તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુના પિતાનું અવસાન, 10 દિવસથી વેન્ટિલેટર પર હતા

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુડા તરીકે અભિનય કરીને ખ્યાતી પ્રાપ્ત કરનારા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમનાં પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરાઓ છો. મોટા દિકરાનાં લગ્ન થઇ ચુક્યા છે જ્યારે ભવ્યનાં લગ્ન હજી પણ બાકી છે. 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુના પિતાનું અવસાન, 10 દિવસથી વેન્ટિલેટર પર હતા

અમદાવાદ : કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુડા તરીકે અભિનય કરીને ખ્યાતી પ્રાપ્ત કરનારા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમનાં પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરાઓ છો. મોટા દિકરાનાં લગ્ન થઇ ચુક્યા છે જ્યારે ભવ્યનાં લગ્ન હજી પણ બાકી છે. 

વિનોદ ગાંધીની છેલ્લા 10 દિવસથી મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ હતા. તેમણે છેલ્લા ઘણા સમયથી વેન્ટિલેટર પર હતા. 9 મેના રોજ ભવ્યની માસીના દીકરી તથા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોગીનું પાત્ર ભજવનારા સમય શાહની બહેનના લગ્ન હતા. જો કે ભવ્ય તે પ્રસંગમાં પણ હાજર રહી શક્યો નહોતો. તેણે વર્ચ્યુઅલી લગ્ન એટેન્ડ કર્યા હતા. 

ભવ્ય ગાંધીએ તારક મહેતામાં 2008થી કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે દસ વર્ષનો હતો. પાંચમાં ધોરણમાં ભણતો હતો. ભવ્ય ગાંધીએ જ્યારે સિરિયલ છોડી ત્યારે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કર્યો હતો. ભવ્ય ગાંધી તારક મહેતામાં ટપુનો રોલ કરતો હતો. જેના થકી તેણે ખુબ જ ખ્યાતી પ્રાપ્ત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news