લોકસભાની ચૂંટણી જાહેરાત થતા ગુજકેટની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, પરંતુ એ જ દિવસે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ગુજસેટની પરીક્ષાઓ પણ યોજાવાની હતી. આથી, હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી જાહેર કરેલી તારીખો મુજબ ગુજસેટની પરીક્ષા 26/04/2019ના રોજ યોજાશે. મહત્વનું છે, કે ગુજસેટની પરીક્ષાની તારીખોમાં ચોથી વાર ફેરફાર કરવામાં આવ્યો છે.
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગરઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, પરંતુ એ જ દિવસે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ગુજસેટની પરીક્ષાઓ પણ યોજાવાની હતી. આથી, હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી જાહેર કરેલી તારીખો મુજબ ગુજસેટની પરીક્ષા 26/04/2019ના રોજ યોજાશે. મહત્વનું છે, કે ગુજસેટની પરીક્ષાની તારીખોમાં ચોથી વાર ફેરફાર કરવામાં આવ્યો છે.
હાલમાં રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યની એન્જનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજસેટ પરીક્ષાની તારીખ 23 એપ્રિલ જાહેર કરાઈ હતી. પરંતુ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ પણ 23 એપ્રિલ જાહેર કરાઈ હોવાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. હવે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાજકોટ બાદ હવે આ જિલ્લામાં પણ PUBG ગેમ પર પ્રતિબંધ, થશે કાયદાકીય કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, મતદાનના દિવસે સરકાર દ્વારા જાહેર રજા રાખવામાં આવતી હોય છે અને લોકોને મતદાન માટે પ્રેરિત કરાતા હોય છે. આથી, હવે મતદાન અને પરીક્ષાની તારીખ એક જ થઈ હોવાથી કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને ગુજસેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, ગુજરાત બોર્ડ દ્વારા આ તારીખ ઘણા સમય પહેલા જાહેર કરી દેવાઈ હતી.
હવે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વાલીઓ અને વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજસેટ માટેની નવી તારીખ જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. મહત્વનું છે, કે બોર્ડે એક જ દિવસમાં જ નવી તારીખની જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે