રાજકોટ બાદ હવે આ જિલ્લામાં પણ PUBG ગેમ પર પ્રતિબંધ, થશે કાયદાકીય કાર્યવાહી
રાજકોટ બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ પબ્જી ગેમ અને મોમો ચેલેન્જ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિવધ માધ્યમથી ધ્યાને આવ્યું છે, કે PUBGgame તથા MOMO challengeના કારણે બાલકો અને યુવાનોમાં હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધતું જવાથી ગેમ પર પ્રતિબંધ લાદવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી: રાજકોટ બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ પબ્જી ગેમ અને મોમો ચેલેન્જ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિવધ માધ્યમથી ધ્યાને આવ્યું છે, કે PUBGgame તથા MOMO challengeના કારણે બાલકો અને યુવાનોમાં હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધતું જવાથી ગેમ પર પ્રતિબંધ લાદવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લામાં કલમ 144 લાગુ કરવાની સાથે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(3) લાગુ કરીને જે લોકો જાહેરમાં પબ્જી ગેમ રમશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તથા અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષ્યમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે હેતુથી કલેક્ટર દ્વારા પબ્જી ગેમ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અનુસાર પબ્જી ગેમ અથવા તો મોમો ચેલેન્જ જેવી પ્રવૃતિમાં ભાગ લેનાર અથવા તો આ પ્રકારની પ્રવૃતિ કરનાર સામે પોલીસ સ્ટેશનમાં મોખિક કે લેખિત જાણ કરવાની ફરજ કરવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનારની સામે પોલીસ અધિનિયમની કલમ 135(3) મુજબ ફોજદારી અધિનિયમ 1860ના ને કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે