અનૈતિક સબંધની શંકાએ યુવકને જિંદગીથી હાથ ધોવા પડ્યા, ગળામાં વાયર વીંટી ઉતાર્યો મોતને ઘાટ
એરપોર્ટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. આ કેસમાં મોટો ખુલાસો એ સામે આવ્યો છે કે ફરિયાદી જ આ કેસનો આરોપી નીકળ્યો છે. હાલ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટનાં હિરાસર એરપોર્ટ પાસે થી યુવકની મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. 38 વર્ષીય વિનોદ ખરવાર નામના પરપ્રાંતિય યુવકની અનૈતિક સબંધની આશંકામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એરપોર્ટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. આ કેસમાં મોટો ખુલાસો એ સામે આવ્યો છે કે ફરિયાદી જ આ કેસનો આરોપી નીકળ્યો છે. હાલ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ગત 10 તારીખે હિરાસર એરપોર્ટ નજીક મજૂરી કામ કરતા 38 વર્ષીય વિનોદ ખરવાર નામના પરપ્રાંતિય યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. છેલ્લા ચાર દિવસ થી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એરપોર્ટ પોલીસ દ્વારા યુવકની હત્યા કોના દ્વારા અને ક્યાં કારણ થી કરવામાં આવી તેની તપાસ કરવામાં આવતી હતી. પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં યુવકને ગળાટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલ્લાસો થયો હતો.
અલગ અલગ ટીમ પોલીસની હત્યારાની શોધખોળ કરી રહી હતી. પરંતુ હત્યારો બીજો કોઇ નહિં પરંતુ ફરીયાદી જ નિકળો છે. જીહા, રાજકોટ પોલીસે ફરીયાદી અનિલકુમાર લંગડની પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એરપોર્ટ પોલીસ દ્વારા મૃતક વિનોદ ખરવારની હત્યા કેસમાં રાજારામ લક્ષ્મણરામ જાતુ, દિનેશ રાજભર, પ્રમોદ રાજભર અને અનિલકુમાર લંગડ રાજભરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે
પત્નિ સાથે આડા સંબંધો હોવાની આશંકામાં અન્ય મિત્રો સાથે મળી નીપજાવી મિત્રની હત્યા
મૃતક વિનોદ અને આરોપીઓ હિરાસર એરપોર્ટ પાસે બેલાની ખાણમાં મજૂરી કરતા હતા અને મજૂરોને રહેવાની કોલોનીમાં બાજુ-બાજુમાં રહેતા હતા.આ કેસના મુખ્ય આરોપી રાજારામ સરજુરામને શંકા હતી કે, વિનોદને તેની પત્નિ સાથે આડા સંબંધો છે. આ ઉપરાંત અન્ય આરોપી દિનેશ સુરૂઝનો ફોન વિનોદ વાપરતો હતો અને પાછો નહોતો આપતો. જેથી રાજારામ અને દિનેશએ વિનોદનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું અને અન્ય 2 મિત્રો સાથે મળી વિનોદને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓએ મૃતક યુવકની હત્યા કરવા માટે તાર વિંટીને ગળાફાંસો આપી દીદો હતો. ત્યારબાદ જ્વલંતશીલ પદાર્થ છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું અને હત્યાનાં બે દિવસ બાદ લાશ મળતા હિંસક પશુઓએ પણ લાશ ફાડી ખાધી હતી. પોસ્ટ મોર્ટમમાં હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે ફરીયાદીની જ ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં ફરીયાદીએ હત્યા કરી હોવાનું કબુલતા સમગ્ર મામલા પર થી પરદો ઉચકાયો છે.
કેવી રીતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો
આરોપી રાજારામ અને દિનેશએ વિનોદને ગળેટુંપો આપ્યો હતો, આરોપી પ્રમોદએ વિનોદના હાથ પકડ્યા હતાં અને આરોપી અનિલ કુમાર વિનોદના પગ પર બેસી ગયો હતો.આ રીતે વિનોદની હત્યા નીપજાવીને વિનોદની લાશને જૂના બેલાની ખાણમાં ફેંકી દીધી હતી. આરોપીઓએ 8 તારીખે મોડી રાત્રે હત્યા નિપજાવી લાશને ફેંકી દીધી હતી. ત્રણ દિવસ બાદ લાશ મળતા લાશનો એક પગ કોઈ જાનવરએ ખાઈ લીધો હતો અને ફુલાઈ ગયેલી હાલતમાં લાશ મળી હતી.
આરોપીઓએ ત્રણ દિવસ સુધી પોલીસને ફરિયાદી બનીને ગેરમાર્ગે દોર્યા પરંતુ આરોપીઓની બોડી લેન્ગવેજ પોલીસને સતત શંકાસ્પદ લાગી રહી હતી અને ઉંડાણપૂર્વકની તપાસમાં આરોપીઓએ હત્યાની કબૂલાત આપી હતી. મૃતક વિનોદ અને આરોપીની પત્ની વચ્ચે અનૈતિક સબંધ હોવાની આશંકાએ એક યુવકનો ભોગ લીધો છે. ત્યારે પોલીસ આરોપીઓની પોલીસ રીમાન્ડ મેળવીને કેટલા ખુલાસા કરે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે