Gujarat Election 2022: આજે ‘કમલમ’માં BJPની સંકલન સમિતિની બેઠક, તમામ દાવેદારો અંગે ચર્ચા કરી પાર્લામેન્ટ્રીમાં મોકલાશે
Gujarat Election 2022 : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડ મળશે. જેમાં 11 જિલ્લાઓની બેઠકો માટે મંથન થશે. સવારે 10 વાગ્યાથી બેઠકોની શરૂઆત થશે. એક એક બેઠક દીઠ ઉમેદવારોના નામ પર ચર્ચા થશે.
Trending Photos
બ્રિદેશ દોશી/અમદાવાદ: આજે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની છે, ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક દીઠ ત્રણ દાવેદારોની પેનલ બનશે. જેમાં જિલ્લા પ્રમાણે સંકલન બેઠકમાં દાવેદારોના નામ પર ચર્ચા થશે. આજે ભાજપની સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે. સંકલન બેઠકમાં તમામ દાવેદારો અંગે ચર્ચા કરીને દાવેદારોમાંથી મહત્વના નામો પાર્લામેન્ટ્રીમાં મોકલાશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડ મળશે. જેમાં 11 જિલ્લાઓની બેઠકો માટે મંથન થશે. સવારે 10 વાગ્યાથી બેઠકોની શરૂઆત થશે. એક એક બેઠક દીઠ ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. નિરીક્ષકો અને જિલ્લા આગેવાનો સેન્સ પ્રક્રિયા વાળા નામોની યાદી આપશે.
આજે 13 શહેર અને જિલ્લા માટે ભાજપનું મંથન થશે. જેમાં 47 બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી તૈયાર થશે.
- અરવલ્લી જિલ્લાની 3 બેઠક
- સાબરકાંઠાની 4 બેઠક
- મહીસાગરની 3 બેઠક
- બનાસકાંઠાની 9 બેઠક
- સુરેન્દ્રનગરની 5 બેઠક
- પોરબંદરની 2 બેઠક
- ડાંગની 1 બેઠક
- વલસાડની 5 બેઠક
- તાપીની 2 બેઠકો
- નર્મદાની 2 બેઠકો
- મોરબીની 3 બેઠક
- રાજકોટ જિલ્લાની 5 બેઠક
- રાજકોટ શહેરની 3 બેઠક
પાર્લામેટ્રી બોર્ડના 18 સભ્યો સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મંથન થશે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં વધુ ત્રણ લોકોને સ્થાન મળ્યું છે. કેન્દ્રિયગૃહમત્રી અમિત શાહે સ્થાન આપ્યું છે. કેન્દ્રિયમંત્રી મનસુખ મંડવીયાને પણ સ્થાન મળ્યું છે અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીને સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની ચૂંટણી માટે ત્રણ દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલી હતી. દાવેદારીના ઉમેદવારના નામોની પસંદગીની પ્રક્રિયા પર નજર કરીએ તો દરેક જિલ્લામાં નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા બાદ યાદી સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવશે. મળેલા દાવેદારીની યાદી નિરીક્ષકો દ્વારા જ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. 3થી 5 નામ સંકલન સમિતિમાં રજૂ કરવામાં આવશે, પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડ ત્યારબાદ 3 નામ પસંદ કરશે. ત્યારબાદ પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડ પસંદ કરેલા નામોને કેન્દ્રીય પાર્લમેન્ટરી બોર્ડને મોકલાશે.
નોંધનીય છે કે આજે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપની સંકલનની બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ મોટા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1,490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1,163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં મળ્યા 962 બાયોડેટા તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે.
આ પણ વીડિયો જુઓ:-
મહત્વનું છે કે, 2017ની ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મળેલા આ બાયોડેટા પર સંકલનની બેઠક પર ભાજપ મંથન કરશે. સંકલનની બેઠક બાદ પસંદ કરેલા નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે