VADODARA: વૃક્ષારોપણ માટે અપાયેલા કરોડો રૂપિયાના પ્લોટમાં વગદારોએ બાંધકામ કરી દીધા, તંત્રના આંખ આડા કાન

વડોદરા મહાનગરપાલિકાના 46 ગ્રીન પ્લોટના મામલાએ રાજકીય વિવાદ પકડ્યો છે. સમાના ગ્રીન પ્લોટ બાદ આજે કોગ્રેસે આજવા રોડ પરના પ્લોટના દુરઉપયોગનો પર્દાફાશ કર્યો છે. જેમાં પ્લોટમાં ગ્રીનરીના બદલે બાંધકામ કરી દેવાયુ છે, સાથે જ પેવર બ્લોક નાખી દેવાયા હોવાનું સામે આવ્યું. આ અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

VADODARA: વૃક્ષારોપણ માટે અપાયેલા કરોડો રૂપિયાના પ્લોટમાં વગદારોએ બાંધકામ કરી દીધા, તંત્રના આંખ આડા કાન

રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના 46 ગ્રીન પ્લોટના મામલાએ રાજકીય વિવાદ પકડ્યો છે. સમાના ગ્રીન પ્લોટ બાદ આજે કોગ્રેસે આજવા રોડ પરના પ્લોટના દુરઉપયોગનો પર્દાફાશ કર્યો છે. જેમાં પ્લોટમાં ગ્રીનરીના બદલે બાંધકામ કરી દેવાયુ છે, સાથે જ પેવર બ્લોક નાખી દેવાયા હોવાનું સામે આવ્યું. આ અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

વડોદરા કોર્પોરેશનના શાસકો 75 ગ્રીન પ્લોટમા વૃક્ષારોપણ કરવા જતા નવા વિવાદમા સપડાયા છે. એક તરફ વૃક્ષો વાવવાનુ અભિયાન સરુ કરવાનુ છે, ત્યારે અગાઉ ખાનગી સંસ્થાઓ અને  નેતાઓને આપવામા આવેલા પ્લોટમા વૃક્ષારોપણ કરવાના બદલે પેવર બ્લોક નાખી અન્ય પ્રવૃતિ કરવામા આવતી હોવાનો પર્દાફાશ કોગ્રેસ કરી રહ્યુ છે. સમા વિસ્તારમા સાસદના પ્લોટ બાદ આજે આજવા રોડ પરના જાયન્ટ ગૃપ ઓફ ઈન્દ્રપુરીના પ્લોટ પર જઈ કોગ્રેસના આગેવાનોએ વાસ્તવિકતાનો ચિતાર આપ્યો હતો અને શહેરમા 350 કરોડની કિમતના પ્લોટ પાછા લેવામા આવે તેવી માગ કરી છે.

ભાજપ સાસીત વડોદરા કોર્પોરેશને ભાજપના સાંસદ, ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત સંસ્થાઓને આપેલા પ્લોટોમા શરત ભંગ કરી અન્ય હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે મેયર કેયૂર રોકડીયાએ પાલિકાનો બચાવ કર્યો છે. મેયરે કહ્યું કે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહ્યુ છે. કોગ્રેસના સાસનમા પણ પ્લોટ અપાયા હતા અને કોગ્રેસના નેતાઓને પણ પ્લોટ આપવામા આવ્યા છે જોકે એ પ્લોટનો હેતુ ફેર કરી બીજી રીતે ઉપયોગ કરતા હશે તો પ્લોટ પરત લેવાની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news