Done News

Ambaji માં વર્ષોથી કરાય છે પ્રક્ષાલન વિધિ, જાણો કેમ આખા મંદિરનો ખુણે ખુણો સાફ કરાય છ
Sep 24,2021, 21:44 PM IST
CM ની સૌરાષ્ટ્રને સાંત્વના, તમામ રાહત અને બચાવકામગીરી કરાશે, નાગરિકોને પાઇએ પાઇ ચુકવ
Sep 14,2021, 19:01 PM IST
પ્રસાદ વગર ક્યાં સરકારી કામ થાય છે? તલાટી મંત્રીનો વાયરલ થઇ રહેલો ઓડિયો જરૂર સાંભળો
તાલુકાના પરૂણા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા  મહિલા તલાટીએ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી પૈસા ની લેતીદેતી કરી હોવાનો આક્ષેપ કરતો ઓડીયો વાયરલ થતાં સમગ્ર કાલોલ તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો. કાલોલ તાલુકા વિસ્તારમાં શુક્રવારે સવારે એક ઓડિયો ક્લિપ વાયરલ બની હતી જે ઓડીયો ક્લિપમાં પરૂણા ગ્રામ પંચાયતમાં ઈન્ચાર્જ તલાટી કમ મંત્રી સાથે એક લાભાર્થીએ ફોન પર વાત કરીને સરકારી યોજના હેઠળ મળવાપાત્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટી કમ મંત્રીએ પહેલા બે હપ્તા અને મજુરી પેટે પણ અલગથી રૂ. ૧૫૦૦ લાભાર્થીઓ પાસેથી ઉઘરાવી લીધા હોવા છતાં લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ નહીં મળ્યો હોવાના આક્ષેપો કરતી બન્ને વચ્ચેની વાતચીત વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. 
Jul 16,2021, 23:14 PM IST
હવે રેમડેસિવિર ઇન્જેક્શનની થશે રેલમછેલ? જેને જોઇને તેને મુળ કિંમતે ઇન્જેક્શન અપાશે
રાજ્યમાં ફાટી નિકળેલા કોરોનાના દર્દીઓના જીવ બચાવવા ખુબ જ મહત્વપુર્ણ સાબિત થઇ રહ્યા છે. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી સર્જાઇ છે તેના કારણે ગુજરાતમાં સ્થિતી ખુબ જ વિપરિત થઇ છે. કિલોમીટરો લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે. જેના પગલે 5 એપ્રિલે હાઇપાવર કમિટીની બેઠકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. જે માટે સિવિલ હોસ્પિટ, મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજની સ્થાનિક જરૂરિયાત અનુસાર જથ્થા પૈકી શક્ય હોય તેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને મદદરૂપ  થતી હોસ્પિટલોને પડતર કિંમતે ફાળવવાનો નિર્ણય લેવાયો છે. 
Apr 12,2021, 0:03 AM IST
પોરબંદરના આ ખેડૂતે સ્માર્ટ ખેતી દ્વારા કરી લાખોની કમાણી, આ રીતે કરી શકાય વાવેતર
જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે પરંપરાગત ખેતીની જગ્યાએ કંઈક નવું સંશોધન અને નવા પ્રયોગો કરી સફળ ખેડૂત બન્યા છે.ત્યારે જિલ્લાના આવા જ એક રાણાવાવના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે અને એ સાબીત કર્યુ છે કે સાહસ કરવાથી કોઈપણ ક્ષેત્રે જરુરથી સફળતા મળે છે. પોરબંદર જિલ્લાના રાણાવાવના રાજુ મોકરીયા નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની વાડીના અઢી વિઘા ખેતરમાં તેઓએ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી છે. પોરબંદર જિલ્લામાં મુખ્યત્વે મોટા ભાગના ખેડૂતો દ્વારા મગફળી અને કપાસ સહિતના મુખ્ય પાકોનુ વાવેતર કરવામાં આવતુ હોય છે. ત્યારે રાણાવાવના આ ખેડૂતે મગફળી અને કપાસના બદલે ડ્રેગન ફ્રુટની ખેતીનો નિર્ણય લીધો અને તેઓની મહેનત અને સુઝબુજના કારણે તેઓ આજે સફળતા પૂર્વક ડ્રેગન ફ્રુટમાંથી સારી આવક મેળવી રહ્યા છે. સમગ્ર રાણાવાવ તાલુકામાં આ એક માત્ર ખેડૂત છે. જેઓએ પોતાન ખેતરમાં  ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યુ છે. 
Sep 26,2020, 22:44 PM IST

Trending news