ગુજરાતમાં આ 17 યુવકોના નામ જાણી લેજો, સાયબર ફ્રોડની દુનિયામાં છે એક્કા! લાખોનું કરી ચૂક્યા છે..
વડોદરામાં સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન રૂ. 94.18 લાખની ઠગાઈના કેસમાં 17 યુવકોની ટોળકીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે માહિતી મેળવવામાં આવશે. એક તરફ ભેજાબાજો લોકોને ઠગવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે.
Trending Photos
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 94.18 લાખની ઠગાઈના કેસમાં 17 યુવકોની ટોળકીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ ઓનલાઇન ફ્રોડના ગુનાઓને રોકવા માટે વડોદરા સાયબર ક્રાઇમ એક્શન મોડમાં જોવા મળ્યું હતું.
વડોદરામાં સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન રૂ. 94.18 લાખની ઠગાઈના કેસમાં 17 યુવકોની ટોળકીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે માહિતી મેળવવામાં આવશે. એક તરફ ભેજાબાજો લોકોને ઠગવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આવા ભેજાબાજોને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમની ટિમ રાત દિવસ એક કરી રહી છે અને હાલ વડોદરા સાયબર ક્રાઇમની ટીમને સાયબર ક્રિમિનલ્સને પકડવામાં મોટી સફળતા મળી છે. જેમાં 17 જેટલા યુવકોએ કમિશનની લાલચમાં સાયબર ક્રિમિનલ્સને બેંક ખાતું ઉપયોગમાં આપ્યું હતું.
એલ એન્ડ ટી કંપનીના પૂર્વ ડે. જનરલ મેનેજર રામાક્રિષ્ણા બેડુદુરી પાસેથી ઓનલાઈન રૂ. 94.18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઠગાઈના કેસમાં બેન્કના ટ્રાન્ઝેક્શન પર સાયબર પોલીસની બાજ નજર હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે 17 યુવકોની ધરપકડ કરી માસ્ટર માઈન્ડ સુધી પહોચવા માટે આરોપી યુવકોને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
94,18,000 રૂપિયાની ઠગાઈના કેસમાં વડોદરા, સુરત અને અમદાવાદના અલગ અલગ એકાઉન્ટમાં 5-5 લાખ રૂપિયા જમા થયા હતા. આ બધા એકાઉન્ટ્સની તપાસ કરી વડોદરાના કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભેજાબાજો દ્વારા ભોગબનનારને સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો દ્વારા લિંક મોકલવામાં આવતી હતી.
જેમાં વધુ પૈસા કમાવવાની લાલચ આપવામાં આવતી હતી. જેના બાદમાં ભોગ બનનાર પાસે ગૂગલ ફોર્મ ભરાવી તેમની માહિતી મેળવવામાં આવતી હતી. જેના બાદમાં તેમનો સંપર્ક કરી થર્ડ પાર્ટી એપ્લિકેશ "એંજલ ડોટ બી.જી." ડાઉનલોડ કરાવી એ એપ્લિકેશન માધ્યમ થી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.
આરોપીઓની નામ
1. અબ્રારખાન નવાબખાન પઠાણ (ઉ.વ.૨૩) (રહે, રાવપુરા)
2. શાહરુખ રઝાકભાઈઈ વ્હોરા (ઉ.વ.૨૫) (રહે, શિયાબાગ)
3. ગોમેસી મનિષભાઈ દવે (ઉ.વ.૨૦) (રહે, શિયાબાગ)
4. સલીમમીયા શૌકતહુસેન શેખ (ઉ.વ.૪૨) (રહે, રાવપુરા)
5. ઈખ્તીયારઅલી હસમતઅલી સૈયદ (ઉ.વ.૨૨) (રહે, બાવામાનપુરા)
6. ઝરાર બિલાલભાઈ સોદાગર (ઉ.વ.૩૧) (રહે, નાગરવાડા)
7. હરીશ સલીમભાઈ મીર (ઉ.વ.૨૪) (રહે, તાંદલજા)
8. વસીમખાન ફિરોજખાન બેલીમ (ઉ.વ.૨૪) (રહે, સોમા તળાવ)
9. મહંમદ આફ્તાબ મુસ્તાકભાઈ બેગ (ઉ.વ.૨૨) (રહે, સોમા તળાવ)
10. અદનાન ઈલિયાસભાઈ શેખ (ઉ.વ.૨૨) (રહે, તાંદલજા)
11. લિયાક્ત યુસુફભાઈ શેખ (ઉ.વ.૪૭) (રહે, પરશુરામનો ભઠ્ઠો)
12. મહેબુબ ઈબ્રાહિમભાઈ આગેવાન (ઉ.વ.૨૨) (રહે, આજવા રોડ)
13. શાહરુખ સિદ્દીકભાઈ ધોબી (ઉ.વ.૨૯) (રહે, બહુચરાજી રોડ)
14. સાહિલ યુસુફમીયા શેખ (ઉ.વ.૨૪) (રહે, યાકુતપુરા)
15. કબીર અહેમદ મહંમદ શબ્બીર મનસુરી (ઉ.વ.૨૧) (રહે, પાણીગેટ)
16. સોહિલ કાસમભાઈ શેખ (ઉ.વ.૨૫) (રહે, નાગરવાડા)
17. રમીઝઅલી મુસ્તાકઅલી કાદરી (રહે, નાગરવાડા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે