ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસના ઘરે દારૂની મહેફિલ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, નવી ફિલ્મને લઈને પાર્ટી હતી

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઉભરતી અભિનેત્રીએ પોતાનાં જન્મદિને મિત્રોને આપેલી બર્થડે પાર્ટીમાં પોલીસ મહેમાન બની હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શહેરનાં વૈભવી ફ્લેટમાં ચાલતી શરાબની મહેફિલ પર દરોડો પાડી અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા સહિત ચાર શખ્સની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં પકડાયેલા આરોપીમાંથી એક આરોપીને લઈને એક નવો જ ખુલાસો થયો છે.
ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસના ઘરે દારૂની મહેફિલ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, નવી ફિલ્મને લઈને પાર્ટી હતી

હાર્દિક દિક્ષીત/વડોદરા: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઉભરતી અભિનેત્રીએ પોતાનાં જન્મદિને મિત્રોને આપેલી બર્થડે પાર્ટીમાં પોલીસ મહેમાન બની હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શહેરનાં વૈભવી ફ્લેટમાં ચાલતી શરાબની મહેફિલ પર દરોડો પાડી અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા સહિત ચાર શખ્સની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં પકડાયેલા આરોપીમાંથી એક આરોપીને લઈને એક નવો જ ખુલાસો થયો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, વડોદરામાં દિવાળી પર્વે એક હાઇપ્રોફાઇલ શરાબની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. શહેરનાં આજવા રોડ ખાતે આવેલાં વૈભવી ડવડેક એપાર્ટમેન્ટના કે-2 ટાવરના છઠ્ઠા માળે દિવાળીની રાત્રે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેથી પોલીસે ફ્લેટમાં રેઇડ કરતાં ત્રણ યુવક અને એક યુવતી શરાબની મહેફિલ માણતા ઝડપાઇ ગયાં હતાં. બાદમાં પોલીસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયાં હતા.

શરાબની મહેફિલમાં ઝડપાયેલી યુવતી ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પાયલ રાજપૂત નીકળી હતી. અભિનેત્રી પાયલ રાજપૂતનો જન્મ દિવસ હોવાથી તેના દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેના ત્રણ મિત્રો અમદાવાદ ખાતેથી BMW કારમાં વડોદરા આવ્યાં હતા અને ડવડેક એપાર્ટમેન્ટમાં અભિનેત્રી પાયલ રાજપૂતનાં ઘરે પાર્ટીમાં શામિલ થયાં હતાં.

જો કે, દિવાળી ટાણે યોજાયેલી આ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડી મહેફિલ માણતા તમામને ઝડપી લીધાં હતાં.. BMW કારમાં આવેલા ત્રણ પૈકી એક ઇસમ ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.. પોલીસે ઝડપેલાં મિતેષ અમૃતભાઇ રબારી (રહે. હર્શીદ પાર્ક, વસ્ત્રાલ અમદાવાદ) પોતે ફિલ્મ પ્રોડ્યુસર છે અભિનેત્રી પાયલ રાજપુતે ઘણી ગુજરાતી ફિલ્મ તેમજ આલબમમાં કામ કર્યું હોવાથી મિતેષ રબારી ઘરોબો ધરાવતી હોવાથી તેને પોતાની બર્થડે પાર્ટીમાં મિતેષને બોલાવ્યો હતો.

જો કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેમની મહેફિલમાં દરોડો પાડી અભિનેત્રી પાયલ રાજપૂત  અને નિર્માતા મિતેષ રબારી ઉપરાંત નરેન્દ્ર ગોસાઇ અને નીરવ શર્મા નામનાં શખ્સોને ઝડપી લેતાં તેમની દિવાળી બગડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news