દીવા તળે અંધારુ : GI ટેગના અભાવે મહારાષ્ટ્ર લઈ ગયું ગુજરાતની પ્રખ્યાત કેરીની ક્રેડિટ

Hafus Mango GI Tag : વલસાડી આફૂસને GI ટેગ ક્યારે? વલસાડી આફૂસ કેરીનો સ્વાદ દેશ-દુનિયામાં વખણાય છે... GI ટેગના અભાવે વૈશ્વિક બજારોમાં ઓળખ નથી મેળવી શકતી આફૂસ.. GI ટેગને કારણે વસ્તુની વિશ્વસનીયતા, માગ અને કિંમત વધે છે.. મહારાષ્ટ્રના રત્નાગીરી, દેવગઢની આફૂસને GI ટેગ મળેલું છે... ખેડૂતોની અનેક વખત રજૂઆત છતા કોઈ પરિણામ નથી આવ્યું.. વલસાડમાં 45 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં કેરીની વાડીઓ 
 

દીવા તળે અંધારુ : GI ટેગના અભાવે મહારાષ્ટ્ર લઈ ગયું ગુજરાતની પ્રખ્યાત કેરીની ક્રેડિટ

Valsad News નિલેશ જોશી/વલસાડ : ગુજરાતમાં કેરીનું નામ આવે ત્યારે ગીરની કેસર કેરીનું નામ મોખરે હોય છે. જો કે વલસાડની ઓળખ સમાન આફૂસ કેરી પણ તેના સ્વાદ માટે દેશભરમાં વિખ્યાત છે. જો કે વિદેશના બજારોમાં આ કેરીનું વેચાણ કરવું ખેડૂત માટે પડકાર છે. તેનું કારણ છે વસલાડી આફૂસ માટે GI ટેગનો અભાવ. કેવી રીતે આ અભાવ ખેડૂતોને નડી રહ્યો છે, જોઈએ આ અહેવાલમાં..

દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો ફળોની ખેતી માટે જાણીતો છે. આ જિલ્લાની ઓળખ ફળોની વાડીઓના પ્રદેશ તરીકેની પણ છે. આ ફળોમાંથી એક કેરી પણ છે. વલસાડમાં 45 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં કેરીની વાડીઓ આવેલી છે. જ્યાં વર્ષે હજારો ટન કેરી પાકે છે. એમાં પણ વલસાડી આફૂસ કેરી તો સમગ્ર દેશ અને દુનિયામાં વખણાય છે. આ કેરીના સ્વાદે સ્વાદરસિકોને ઘેલું લગાડયું છે.. તેમ છતા વલસાડી આફૂસને હજુ વૈશ્વિક બજારોમાં આગવી ઓળખ નથી મળી શકી, તેનું કારણ છે આફૂસ કેરી માટે જીયોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન એટલે કે GI ટેગનો અભાવ. 

જીઆઇ ટેગ ફળોને જે તે વિસ્તારની આગવી ઓળખ અને ગુણવત્તાની ખાતરી આપે છે. GI ટેગ હોય તો જે તે વસ્તુની વિશ્વસનીયતા વધે છે અને વૈશ્વિક બજારમાં આવી વસ્તુઓની માગ અને કિંમત વધુ હોય છે. જેન જોતાં મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢના ખેડૂતોએ ત્યાં પાકતી આફૂસ કેરી માટે જીઆઇ ટેગ રજિસ્ટર કરાવી લીધું છે. એક જગ્યાની ઓળખ મળતાં અહીંના ખેડૂતો દુનિયાના ઘણા દેશોમાં આફૂસની નિકાસ કરીને મોટો ફાયદો મેળવે છે. વલસાડી આફૂસ પકવતા ખેડૂતોને આ ફાયદો નથી મળતો. ખેડૂતોએ આ માટે અનેક વખત સરકારને રજૂઆત કરી છે. પણ તેનું કોઈ પરિણામ નથી મળ્યું. 

બીજેપી કિસાનસંઘના કારોબારી સભ્ય કેતન નંદવાણાં કહે છે કે, વર્ષો અગાઉ વલસાડના ખેડૂતોએ કલમ બનાવી અને વલસાડી આફૂસ કેરી વિકસાવી હતી. ત્યારબાદ વલસાડી આફૂસની કલમો પડોશી રાજ્ય મહારાષ્ટ્રના રત્નાગિરિ અને દેવગઢ સહિત દેશ અને દુનિયાના અન્ય વિસ્તારોમાં પણ મોકલવામાં આવી. એટલે કે વલસાડ આફૂસ કેરીનું મૂળ જન્મસ્થાન છે, તેમ છતા આ કેરીને તેની જરૂરી ઓળખ નથી મળતી. જે ખેડૂતો માટે આંચકારૂપ બાબત છે.

એવું નથી કે વલસાડી આફૂસની નિકાસ નથી થતી. વર્ષે 700 ટન વલસાડી આફૂસની જુદા જુદા દેશોમાં નિકાસ થાય છે. પણ જીઆઇ ટેગના અભાવે ખેડૂતોને વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ નથી મળતાં. નિયમોની આંટીઘૂંટીને જોતાં નિકાસકારો પણ રત્નાગીરી અને દેવગઢની આફૂસ કેરીના વેપારમાં જ રસ લે છે. આ કેરીને જીઆઈ ટેગ અપાવવા સરકારે સક્રિય પ્રયત્નો કરવાની જરૂર છે. જેથી ખેડૂતોને ફાયદો થાય. હવે જોવું એ રહેશે કે સરકાર ક્યારે જાગે છે અને ખેડૂતોને ક્યારે રાહત મળે છે.

ખેડૂતોએ ત્યાં પાકતી આફૂસ કેરી માટે જીઆઇ ટેગ રજિસ્ટર કરાવી લીધું છે. એક જગ્યાની ઓળખ મળતાં અહીંના ખેડૂતો દુનિયાના ઘણા દેશોમાં આફૂસની નિકાસ કરીને મોટો ફાયદો મેળવે છે. વલસાડી આફૂસ પકવતા ખેડૂતોને આ ફાયદો નથી મળતો. ખેડૂતોએ આ માટે અનેક વખત સરકારને રજૂઆત કરી છે. પણ તેનું કોઈ પરિણામ નથી મળ્યું. 

વર્ષો અગાઉ વલસાડના ખેડૂતોએ કલમ બનાવી અને વલસાડી આફૂસ કેરી વિકસાવી હતી. ત્યારબાદ વલસાડી આફૂસની કલમો પડોશી રાજ્ય મહારાષ્ટ્રના રત્નાગીરિ અને દેવગઢ સહિત દેશ અને દુનિયાના અન્ય વિસ્તારોમાં પણ મોકલવામાં આવી. એટલે કે વલસાડ આફૂસ કેરીનું મૂળ જન્મસ્થાન છે, તેમ છતા આ કેરીને તેની જરૂરી ઓળખ નથી મળતી. જે ખેડૂતો માટે આંચકારૂપ બાબત છે.

એવું નથી કે વલસાડી આફૂસની નિકાસ નથી થતી. વર્ષે 700 ટન વલસાડી આફૂસની જુદા જુદા દેશોમાં નિકાસ થાય છે. પણ જીઆઇ ટેગના અભાવે ખેડૂતોને વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ નથી મળતાં. નિયમોની આંટીઘૂંટીને જોતાં નિકાસકારો પણ રત્નાગિરી અને દેવગઢની આફૂસ કેરીના વેપારમાં જ રસ લે છે. આ કેરીને જીઆઈ ટેગ અપાવવા સરકારે સક્રિય પ્રયત્નો કરવાની જરૂર છે. જેથી ખેડૂતોને ફાયદો થાય. હવે જોવું એ રહેશે કે સરકાર ક્યારે જાગે છે અને ખેડૂતોને ક્યારે રાહત મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news