Valsad Talati Audio Viral : વલસાડના વાજવડ અને ધોધડકૂવાના તલાટી સંજય ભોયા ડ્યુટી પર ન આવતા એક જાગૃત નાગરિકે તેને ફોન કર્યો હતો, આ બાદ તેઓએ ન આવવાનું જે કારણ જણાવ્યું તે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે
Euthanasia Request By Valsad Family ઉમેશ પટેલ/વલસાડ : વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ બ્રાહ્મણ પરિવાર વલસાડ કલેક્ટરને રૂબરૂ મળી તેઓને રજૂઆત કરી અને ઈચ્છા મૃત્યુની માંગ કરતા જ સમગ્ર પંથક ખળભળાટ મચી ગયો છે. ત્યારે વૃદ્ધ પતિ પત્ની, એક પુત્રી અને બે પુત્ર ધરાવતા આ પરિવારે સામુહિક ઈચ્છા મૃત્યુનો માંગ કરવાનું સાચું કારણ શું છે?? અને શું છે આ પરિવારની પરિસ્થિતિ? જોઈએ આ અહેવાલ.
Gujarati Youth End Life In Pushkar Rajasthan : પુષ્કરમાં વૃક્ષ સાથે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે, પુષ્કર ફરવા આવેલા ગુજરાતી યુવકે આપઘાત કર્યો હતો. યુવક વલસાડના પાટીદાર પરિવારમાંથી હોવાનું સામે આવ્યું છે. આખરે યુવકે પોતાના વતનથી કિલોમીટર દૂર મોત કેમ વ્હાલુ કર્યુ
Gujarat Local Body Election 2026 : વલસાડના ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતુ મૂકીને મોત વ્હાલુ કર્યું છે. ત્યારે તેમની આપઘાતની ઘટનાએ સરકારી બેડામાં ચકચાર મચાવી દીધી છે. શું મામલતદારે કોઈ દબાણમાં આવીને આવું પગલું ભર્યું હતું? આ અંગેનું સાચું કારણ હજી સામે આવ્યું નથી
Valsad Water Shortate ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાની, જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. જ્યાં ચોમાસાની મોસમમાં અહીં આકાશમાંથી હેલી ઉતરે છે. પણ કમનસીબી એ છે કે ઉનાળાની શરૂઆત થતા જ અહીંના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી જાય છે. કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા માલઘર ગામની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. 1300 થી વધુની વસ્તી ધરાવતું આ ગામ આજે ટીપે ટીપે પાણી માટે વલખાં મારી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલી અસ્ટોલ યોજના અહીંના નળ સુધી પહોંચી જ નથી. આજે આ ખાસ અહેવાલમાં જોઈશું કે કેવી રીતે ભ્રષ્ટાચાર અને તંત્રની લાપરવાહીએ માલઘરની જનતાને તરસ્યા છોડ્યા છે.
Atal Bridge In Valsad : વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે હવે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. વલસાડના ઉમરસાડીમાં દરિયાકિનારે પ્રવાસીઓ માટે એક આકર્ષક ભેટ તૈયાર થઈ ગઈ છે. રાજ્ય સરકારના પ્રયાસોથી હવે ઉમરસાડીનો આ દરિયાકિનારો પણ રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થશે. અહીં અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજની ડિઝાઈન જેવો જ એક નવો પેડેસ્ટ્રિયન બ્રિજ એટલે કે પગપાળા બ્રિજ બનાવવામાં આવ્યો છે
Valsad Accident : વલસાડના કપરાડામાં ભયાનક અકસ્માતમાં છ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ હતી. વલસાડમાં મોતના ઘાટ કહેવાતા કુખ્યાત ગણાતા કુંભઘાટ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પરિવાર કાળનો કાળિયો બની ગયો છે. તો અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Pulkit Desai makes history as Parsippany mayor : મૂળ ગુજરાતી પુલકીત દેસાઈને અમેરિકામાં મોટી જવાબદારી. ન્યુજર્સીના પાર્સિપની શહેરના મેયર બન્યા પુલકીત દેસાઈ
Unique Panipuri : પાણીપુરીનું નામ સાંભળતા જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ ઘણીવાર સ્વાસ્થ્યના કારણે લોકો તેને ખાવાનું ટાળતા હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે હવે પાણીપુરી ખાવાથી નુકસાન નહીં પણ ફાયદો થશે તો? વલસાડમાં શેરડીના રસમાંથી પાણીપુરી બનાવવામાં આવી છે.
Valsad Bridge Collapse : વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટકચર તૂટ્યું: ચાર શ્રમિકો ઇજાગ્રસ્ત થયા, ગાંધીનગરથી બ્રિજની તપાસના આદેશ અપાયા
Man Save Life Of Snake With CPR : યુવકે અત્યંત ઝેરી સાપને CPR આપ્યો, ખેતર વચ્ચે કરંટ લાગતા ઝેરી સાપ બેભાન થયો, યુવકે શ્વાસનળીમાં ફૂંકો મારી બચાવ્યો
Crime News : વલસાડ પોલીસને બે રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે, બંને પ્રેમીઓ પેરોલ જમ્પ કરીને ભાગી ગયા હતા, આખરે 7 વર્ષ બાદ વલસાડ પોલીસે પકડી લીધા
Valsad News:વલસાડમાં પગના દુખાવાની સારવારના બહાને એક બોગસ ડોક્ટરે સિનિયર સિટિઝન પર દવાનો પ્રયોગ કરી 19 લાખ રૂપિયાનું મસમોટું બિલ પકડાવી દીધું હતું. અને એક લાખ રૂપિયા પડાવી લીધા જોકે બીજા 18 લાખ રૂપિયા પડાવે તે પહેલાં જ વૃદ્ધના પુત્રની સતર્કતાથી 'ડોક્ટર રુસ્તમ' અને તેની ગેંગનો ભાંડો ફૂટી ગયો છે.
Cyclone Alert : વલસાડમાં છઠ્ઠા નોરતે મેઘરાજાએ બગાડી ગરબાની મજા....ભારે પવન ફૂંકાતા ગરબાનો સ્ટેજ થયો ધરાશાયી... સ્ટેજ તૂટવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે..... તડકેશ્વરમાં મજૂર પર વીજળી પડતાં ઈજા પહોંચી...
MP Dhaval Patel's attack on Congress: વલસાડમાં સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર. ગરબા કાર્યક્રમમાં કહ્યું, જ્યાં સુધી ગરબા રમવા હોય રમજો. કોઈના પેટમાં ભલે તેલ રેડાય. આ પાકિસ્તાન નથી કે મોડા સુધી ન રમી શકો.. નવરાત્રિના સ્ટેજ પરથી સાંસદે આપ્યું નિવેદન. ગરબા આડે કોઈ વિઘ્ન નહીં આવે તેવી સાંસદની ખાતરી.
Gujarat Weather Forecast : સમગ્ર રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. આવામાં સુરત, વલસાડ, ગીર સોમનાથ અને દ્વારકામાં ફરીથી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતે સિઝનમાં 27 ટકા વરસાદ વરસ્યો છે.
Family Mass Suicide : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવણી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના..પિતાએ 2 બાળકો સાથે આપઘાત કર્યો..ઘરમાંથી જ એક સુસાઇડ નોટ પણ મળી...પિતા અને 2 બાળકોના મૃતદેહને કઢાયા બહાર...પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી...
Rakshabandhan 2025 : વલસાડમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા રક્ષાબંધનનો અનોખો કાર્યક્રમ યોજાયો, જેમાં હાથનો ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી યુવતી ભાઈને રાખડી બાંધવા આવી હતી
Valsad Two Girls Suicide : કંપનીમાં એકસાથે નોકરી કરતી બે બહેનપણીઓના મોતને લઈને કપરાડાની નાનાપોન્ડા પોલીસે તપાસ શરૂ કરી છે... જોઇએ આ ક્રાઇમ રિપોર્ટ
Litchi Farming In Gujarat નિલેશ જોશી/ વલસાડ : વલસાડ જિલ્લામાં કેરી અને ચીકુ જેવા પાકોમાં કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે થતા નુકસાનથી બચવા હવે પ્રગતિશીલ ખેડૂતોએ અન્ય બાગાયતી પાકનો વિકલ્પ શોધી રહ્યા છે. ત્યારે વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની બોર્ડરના વિસ્તારના ખેડૂતોએ લીચીના પાકની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે. બે પ્રગતિશીલ ખેડૂત બંધુઓએ માત્ર મહાબળેશ્વર અને કેટલાક ઠંડા પ્રદેશમાં થતા લીચીની સફળ ખેતી કરી છે. જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા રૂપ બની રહ્યા છે.
વલસાડ જિલ્લો દુનિયાભરમાં કેરી માટે જાણીતો છે. જોકે સંજાણમાં આવેલો એક આંબો અનેક અજાયબીઓ ધરાવે છે. સામાન્ય રીતે આંબા સહિતના તમામ ઝાડ જમીનથી આકાશ તરફ વધે છે. પરંતુ સંજાણ નો આ આંબો જમીનને સમાંતર વધી રહ્યો છે.
Agriculture News નિલેશ જોશી/વાપી : વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે.. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બદલાતા વાતાવરણ અને પાકને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આથી વલસાડના પ્રગતિશીલ ખેડૂતો હવે અન્ય બાગાયતી પાકોના પ્રયોગ તરફ વળ્યા છે. ઉમરગામના એક ખેડૂતે થાઈલેન્ડના લાલ જાંબુની ખેતીનો પ્રયોગ કર્યો, જેમાં તેમને સફળતા મળી છે.