એક વાઈરલ મેસેજથી તબાહ થઈ સફેદ માટલા બનાવતા કારીગરોની જિંદગી
Trending Photos
સચીન પીઠવા/સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના થાનગઢમાં પીવા પાણી માટેના સફેદ માટલાઓનું ઉત્પાદન કરતા અને માટલા બનાવતા કામદારો ચિંતામાં મૂકાઈ ગયા છે. તેમની ચિંતાનું કારણ છે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો એક મેસેજ. જે મેસેજને કારણે તેમનો ધંધો છેલ્લા દોઢેક મહિનાથી બંધ થઈ ગયો છે તેવું તેમનું કહેવું છે.
સમગ્ર ગુજરાત અને સોશિયલ મિડિયામાં છેલ્લા ધણા સમયથી અફવા ફેલાઈ છે કે રાસાયણિક કચરાથી સફેદ માટલા બનાવવામાં આવે છે. આ પ્રકારના સફેદ માટલાનું ઉત્પાદન સુરેન્દ્રનગરના થાનગઢમાં સૌથી વધુ થાય છે. જેને કારણે છેલ્લા 30-40 દિવસ આ મેસેજની અસર સફેદ માટલા બનાવતા કારખાના અને મજૂરો પર થઈ રહી છે.
આ સફેદ માટલા એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. પરંતુ આ ખોટા મસેજથી આશરે 150 કારખાનામાં કામ કરતા 1500 થી 2000 કામદારોની રોજી પર છેલ્લાં કેટલાક સમયથી મોટી અસર જોવા મળી છે. અસરથી કારખાના માલિકને મજૂરીના રૂપિયા ચૂકવવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. આમ એક મેસેજથી ધંધા ઉપર ભારે મુશ્કેલી વધી છે. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનાના માલિક અમિતભાઈએ જણાવ્યું કે, આ સફેદ માટલા થાનગઢની કુદરતી માટીથી બનાવવામાં આવે છે. તેમજ માટલાને જેમ ગરમ કરવામાં આવે તેમ તેના કલરમાં ફેરફાર જોવા મળે છે. તેમાં કોઈ જ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. સરકારે આ ખોટો મેસેજ વાયરલ કરનારની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. તેમજ સાઈબર ક્રાઈમનો ગુનો દાખલ કરવો જોઈએ.
તો અન્ય એક કારખાનાના માલિક રાજુ પ્રજાતપિતે જણાવ્યું કે, આવા મેસેજથી નાના અને ગરીબ માણસોની રોજીરોટી ઉપર મોટી અસર જોવા મળે છે. હાલ એવી પરિસ્થિતિ છે કે, જે માલસામાનનુ ઉત્પાદન કરવામાં આવ્ંયું છે, તેનુ વેચાણ થતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે