ગુજરાતમાં પૈસા ખર્ચીને ડિગ્રી લેનારા લોકોની ખેર નહી, આ કોલેજની ડિગ્રી હશે તો માન્ય નહી ગણાય અને કેસ થશે તે અલગ
ગુજરાતમાં નકલી ડિગ્રીઓનો કાળો કારોબાર પુરજોરમાં ધમધમી રહ્યો છે. જો રૂપિયા મળી જાય તો ઘરે બેઠા ડિગ્રી આપી દેતી કોલેજોનો પર્દાફાશ થઇ રહ્યો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં ગુજરાત બહારની ચાર કોલેજોના નામ સામે આવ્યા છે. જેના પગલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ચારેય કોલેજને બ્લેકલીસ્ટ કરી દેવાયા છે. ગુજરાતના કેટલાક લોકોએ આ પ્રકારની ડિગ્રી ઘરે બેઠા જ લીધા હોવાયા લોકો સામે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. ગુજરાતમાં પણ આવા કોઇ પણ પ્રકારનું કોઇ રેકેટ કોલેજ ચલાવે છે કે તે અંગે ફાર્મસી કાઉન્સિલ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં નકલી ડિગ્રીઓનો કાળો કારોબાર પુરજોરમાં ધમધમી રહ્યો છે. જો રૂપિયા મળી જાય તો ઘરે બેઠા ડિગ્રી આપી દેતી કોલેજોનો પર્દાફાશ થઇ રહ્યો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં ગુજરાત બહારની ચાર કોલેજોના નામ સામે આવ્યા છે. જેના પગલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ચારેય કોલેજને બ્લેકલીસ્ટ કરી દેવાયા છે. ગુજરાતના કેટલાક લોકોએ આ પ્રકારની ડિગ્રી ઘરે બેઠા જ લીધા હોવાયા લોકો સામે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. ગુજરાતમાં પણ આવા કોઇ પણ પ્રકારનું કોઇ રેકેટ કોલેજ ચલાવે છે કે તે અંગે ફાર્મસી કાઉન્સિલ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલ કોલેજોને બ્લેક લિસ્ટ કરાઇ રહી છે. બ્લેક લિસ્ટ કરાયેલી ચારેય કોલેજોની ડિગ્રી હશે તો ફાર્મસીનું લાયસન્સ પ્રાપ્ત નહી કરી શકાય. આ તમામ કોલેજો રાજસ્થાન અને પંજાબની હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અનેક લોકો રાજસ્થાન અને પંજાબમાં આવેલી આ કોલેજો પાસેથી પૈસાના જોરે ડિગ્રી લઇ આવ્યા હતા. જેના પગલે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા ઘરે બેઠા જ ડિગ્રીઓ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખના જણાવ્યા અનુસાર ઉદયપુરની પેસિફિક ઇન્સિટ્યુટ ઓફ ફાર્મસી, સનરાઇઝ કોલેજ ઓફ ફાર્મસી રાજસ્થાન, પેસિફિક કોલેજ ઓફ ફાર્મસી ઉદયપુર, નુરી કોલેજ ઓફ ફાર્મસી સામે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત આગામી સમયમાં તપાસ દરમિયાન અન્ય ઘણી કોલેજોનાં નામ પણ ખુલી શકે છે. સીઆઇડી ક્રાઇમમાં આ અંગે ફરિયાદ દાખલ થઇ હતી. જેની તપાસમાં આ ચાર કોલેજોના નામ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે