Benefits Of Cloves: પરણિત પુરૂષ આ સમયે ચાવી લે 3 લવિંગ, દૂર થશે આ મોટી સમસ્યા, ફાયદા ચોંકાવનારા
આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ લવિંગના ફાયદા. જો તમે યૌન સમસ્યા અથવા શીધ્રપતન જેવી સમસ્યાનો શિકાર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. લવિંગના આમ તો ઘણા ફાયદા છે, પરંતુ આ મુખ્ય પાચન શક્તિને વધારવાનું કામ કરે છે.
Trending Photos
Benefits Of Cloves: આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ લવિંગના ફાયદા. જો તમે યૌન સમસ્યા અથવા શીધ્રપતન જેવી સમસ્યાનો શિકાર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. લવિંગના આમ તો ઘણા ફાયદા છે, પરંતુ આ મુખ્ય પાચન શક્તિને વધારવાનું કામ કરે છે. આ પુરૂષોમાં સેક્સ સંબંધી સમસ્યામાં પણ ફાયદો પહોંચાડે છે. લવિંગમાં વિટામીન- B1,B2,B4,B6,B9 અને વિટમીન સી તથા બીટા કૈરોટીન જેવા તત્વો સામેલ છે. આ ઉપરાંત વિટામીન K, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ જેવા તત્વો પણ લવિંગમાં મળી આવે છે. આ તમામ પોષક તત્વ એક હેલ્ધી શરીર માટે જરૂરી ગણવામાં આવે છે.
દરરોજ 3 લવિંગનું કરો સેવન
એક રિસર્ચમાં કરવામાં આવેલા દાવા પર નજર કરીએ તો દરરોજ સવારે 3 લવિંગ ભૂખ્યા પેટે ખાવા જોઇએ. તેનાથી સેક્સ લાઇફમાં સુધારો થાય છે.
લવિંગ ખાવાનો સમય
જો તમે દરરોજ રાત્રે સૂતી વખતે 3 લવિંગ ખાઇને એક ગ્લાસ નવસેકું પાણી પીવો છો, તો તેનાથી પેટ સંબંધી ઘણા રોગ દૂર થઇ જાય છે.
પુરૂષો માટે કેમ ફાયદાકારક છે લવિંગ
લવિંગનું નિયમિત સેવન કરવાથી યૌન સંબંધિત સમસ્યામાંથી રાહત મળે છે. એટલા માટે જે પુરૂષોને યૌન સંબંધિત કોઇ સમસ્યા છે, તેમને લવિંગનું સેવન જરૂર કરવું જોઇએ, કારણ કે લવિંગ કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને જિંક જેવા ખનીઝથી ભરપૂર હોય છે. આ તમામ સ્વાસ્થ માટે જરૂરી તત્વ ગણવામાં આવે છે.
આ વાતનું રાખો ધ્યાન
લવિંગનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટમાં મદદ મળે છે. જોકે વધુ માત્રામાં સેવન કરવાનું ટાળો, કારણ કે વધુ માત્રામાં સેવન કરવાથી મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન બગડે છે. એટલા માટે લવિંગ અને તેના સાથે જોડાયેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કોઇ આર્યુવેદાચાર્યની દેખરેખમાં કરવો જોઇએ.
ડોક્ટર અબરાર મુલ્તાની કહે છે કે લવિંગ પાચન એંજાઇમોના સ્ત્રાવને વધારે છે, જે કબજિયાત અને અપચા જેવી પાચન સંબંધી સમસ્યાને અટકાવે છે. લવિંગ ફાઇબરથી ભરપૂર હોય છે. જે પાચન સ્વાસ્થ્ય માટે સારું હોય છે. આ વજન ઘટાડવા સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે