તમાકુ ખાવાથી હાડકાં નબળાં થઈ જાય છે, 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ જોખમ રહે છેઃ સ્ટડી રિપોર્ટમાં ખુલાસો
સ્ટડી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જો તમે કોઈ પણ પ્રકારની તમાકુનું સેવન કરો છો તો તમારા હાડકાં નબળા પડી જાય છે. ખાસ કરીને 40ની ઉંમર બાદ ખતરો વધી જાય છે. વાંચો સંપૂર્ણ અહેવાલ...
Trending Photos
Study Report: તબીબી નિષ્ણાતોના મતે, તમાકુના લાંબા ગાળાના ઉપયોગથી હાડકાં નબળા પડે છે અને હાડકાંની જાળવણી અને સમારકામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને તેઓ ધીમે ધીમે નબળા પડી જાય છે, ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં.
કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં હાડકાં રોગ વિભાગના વરિષ્ઠ ફેકલ્ટી પ્રોફેસર શાહ વલીઉલ્લાહે કહ્યુ- હાડકાંમાં બે પ્રકારની કોશિકાઓ હોય છે, જેને ઓસ્ટિયાક્લાસ્ટ અને ઓસ્ટિયોબ્લાસ્ટ કહેવામાં આવે છે. તે હાડકાંને બનાવવા અને તોડવા માટે જવાબદાર છે.
ઓસ્ટિયોક્લાસ્ટ તે કોશિકાઓ છે જે હાડકાંને તોડે છે જેથી તેને ફરી તૈયાર કરી શકાય, જ્યારે ઓસ્ટિયોબ્લાસ્ટ પૂર્વ દ્વારા કરવામાં આવેલ તૂટ્યા બાદ નવા હાડકાંનું નિર્માણ કરે છે અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે.
પરંતુ તે જોવામાં આવ્યું કે જે લોકો લાંબા સમય સુધી તમાકુનું સેવન કરે છે, ભલે તે ધૂમ્રપાન હોય કે ચાવવાના રૂપમાં, ઓસ્ટિયોક્લાસ્ટની સંખ્યા વધી જાય છે જ્યારે ઓસ્ટિયોબ્લાસ્ટ ઓછા થઈ જાય છે. આખરે તે ઓસ્ટિયોપોરોસિસનું કારણ બને છે કારણ કે હાડકાંમાં ધનત્વ ઓછુ થઈ જાય છે.
કેજીએમયૂના એક અન્ય ઓર્થોપેડિક સર્જન, ડો મયંક મહિન્દ્રાએ કહ્યું- અમે મધ્યમ ઉંમર વર્ગના દર્દીઓમાં આ તમાકુથી પ્રેરિત ઓસ્ટિયોપોરોસિસને જોઈએ છીએ. તે હંમેશા કિશોરાવસ્થામાં તમાકુનું સેવન શરૂ કરી દે છે અને 35-40 વર્ષની ઉંમરમાં આ બીમારી થઈ જાય છે.
રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના પ્રોફેસર વિક્રમ સિંહે કહ્યું- સ્વસ્થ જીવનશૈલી બનાવી રાખવા માટે ધૂમ્રપાન અને તમાકુના અન્ય રૂપને છોડવાથી ઓસ્ટિયોપોરોસિસને રોકી શકાય છે.
જો તમે પણ ધૂમ્રપાન અને તમાકુનું સેવન કરો છો તો તેને છોડી દો કારણ કે તે તમારા હાડકાં માટે ખુબ નુકસાનકારક છે. તમાકુમાં રહેલ નિકોટિન શરીરના કેલ્શિયમના અવશોષણની ક્ષમતાને પ્રભાવિત કરે છે, જેનાથી હાડકાં ધીમે-ધીમે નબળા પડવા લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે