વજન ઘટાડવા માટે આ એક પાનનું પાણી પીવો, પેટની ચરબી ગાયબ થઈ જશે
જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તે માટે તમને એક પાન ખુબ કામ આવી શકે છે. આ પાનનું પાણી ન માત્ર વજન ઘટાડી શકે છે પરંતુ મોટાપાની સમસ્યાને પણ દૂર કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ વજન ઘટાડવાના ઉપાયઃ આજકાલ લોકો વજન ઘટાડવા માટે મોંઘી-મોંઘી ટ્રીટમેન્ટ કે પોતાની ડાયટમાં ઘણા ફેરફાર કરે છે. પરંતુ શું તમને ખબર છે કે વજન ઘટાડવા માટે જો તમાલપત્રનું પાણી ડાયટમાં સામેલ કરવામાં આવે તો તેનાથી ફાયદો થઈ શકે છે. હાં, આજનો અમારો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે વજન ઘટાડવા માટે તમે તમાલપત્રનના પાણીને કેમ ડાયટમાં સામેલ કરી શકો છો, વાંચો આગળ.....
વજન ઘટાડવા માટે તમાલપત્રના પાણીનું સેવન ક્યારે કરવુ?
જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો દરરોજ સવારે તમાલપત્રના પાણીનું સેવન કરી શકો છો. નોંધનીય છે કે તમાલપત્રની તાસીર ગરમ હોય છે, તેવામાં વ્યક્તિએ સવારે તેનું સેવન કરવું જોઈએ.
ક્યા સમયે ન કરો તેનું સેવન?
રાતના સુવા સમયે તમાલપત્રના પાણીનું સેવન ન કરવું જોઈએ. આ પાણીના સેવનથી વ્યક્તિને ન માત્ર પેટમાં બળતરા, દુખાવો, આંતરડાના સોજાનો સામનો કરવો પડે છે, પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અન્ય સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
આ પાણી વજન કઈ રીતે ઘટાડે છે?
નોંધનીય છે કે તમાલપત્રનું પાણી ફાઇબરથી યુક્ત હોય છે. તેવામાં તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખી શકે છે. તેનાથી અલગ પમાલપત્રના પાણીના સેવનથી મેટાબોલિઝ્મને પણ બૂસ્ટ કરી શકાય છે. તે પાચનતંત્રને મજબૂત કરે છે. તેવામાં તમે વજન ઘટાડવા માટે તમાલપત્રના પાણીનું સેવન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે