ક્યારેય ના કરતા આવી ભૂલ, નાની અમથી ભૂલ તમારા મગજ પર પડી શકે છે ભારે!

Mental illness: જો તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી તો તમે માનસિક બીમારીનો શિકાર બની શકો છો. આ એક પ્રકારનો વિકાર છે, જે મગજ સાથે સંકળાયેલ છે. આ વિકારો વ્યક્તિની વર્તન, વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે.

ક્યારેય ના કરતા આવી ભૂલ, નાની અમથી ભૂલ તમારા મગજ પર પડી શકે છે ભારે!

Mental illness: સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય સારૂ હોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક સ્વાસ્થય આપણા વિચારવાની, સમજવાની, અનુભૂતિ કરવાની અને કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. આપણી આદતો અને આપણા વિચારો પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર આધારીત છે. આપણી આદતો જો સારી હશે તો આપણું માનસિક સ્વાસ્થય પણ સારૂ રહેશે તેવું જાણીતા સાઇકિયાટ્રિસ્ટ કહે છે. જો કે, કેટલીક આદતો છે જે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેથી જ લોકો કેટલીક વાર માનસિક બિમારીની ચપેટમાં આવી જાય છે.

જો તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી તો તમે માનસિક બીમારીનો શિકાર બની શકો છો. આ એક પ્રકારનો વિકાર છે, જે મગજ સાથે સંકળાયેલ છે. આ વિકારો વ્યક્તિની વર્તન, વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે. માનસિક બિમારીમાં થવાનું કારણ ઘણીવાર અસ્વસ્થતા, તણાવ, કોઈ વસ્તુનું વધુ પડતું વ્યસન અથવા ખાવાની ખોટી આદતો વગેરે હોય છે.

માનસિક આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?
માનસિક સ્વાસ્થ્ય એક્સપર્ટ. ડો.સમંત દર્શીના જણાવ્યા મુજબ, આપણું માનસિક સ્વાસ્થ્ય ફક્ત મૂડ જ નહીં, પરંતુ આખા શરીર સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં થોડી બેદરકારીને લીધે લોકો ડિપ્રેશનનો શિકાર પણ બને છે, તેથી આપણે આપણી કેટલીક ટેવો પર નિયંત્રણ રાખવું પડશે

તમારી ટેવો સુધારો:
1-તણાવ ઓછો કરો:

આપણે જોયું છે કે વ્યસ્ત જીવનમાં, દરેક વ્યક્તિ એક કારણસર અથવા બીજા કારણોસર તણાવથી ઘેરાયેલો હોય છે. આ તણાવની સીધી અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કામના ભારણ, અન્ય બીમારી, કૌટુંબિક તકરાર વગેરેને લીધે, વ્યક્તિ તણાવમાં આવે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે, તમારે આવા તણાવથી બચવું જોઈએ.

2- પોતાને સમય આપો:
સ્પર્ધાના યુગમાં, દરેક વ્યક્તિ આગળ આવવા માંગે છે, જેથી ઘણા લોકો સખત મહેનત કરે છે અને ઘણું કમાય છે. રજાના દિવસે પણ કામમાં રોકાયેલા છો તો તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી તમે તમારી જાતને સમય આપો. તમારા શરીરને અને મનને આરામ આપવો ખૂબ જરૂરી છે, તમારા શરીરને સ્વસ્થ રાખવા યોગ અને કસરત કરવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

3- હેલ્ધી ડાયટ લો:
પૂરતો આહાર નહીં લેવાથી માનસિક સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. તમારે ખોરાકમાં તે વસ્તુઓ શામેલ કરવી જોઈએ, જે પૌષ્ટિક હોય છે, માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતો ખોરાક સામેલ કરવો જોઈએ...જેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ, બેરી, લીલા શાકભાજી વગેરે શામેલ કરવા જોઈએ.

4- પૂરતી ઉંઘ ન લેવી:
આપણે બધા જાણીએ છીએ કે ઉંઘ એ શરીર માટે સૌથી ફાયદાકારક છે, વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 8 કલાક સૂવું જોઈએ, જે લોકો ઓછી ઉંઘ લે છે તેના માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે.

તણાવ દૂર કરવાના અને ફ્રેશ રહેવાના તંદુરસ્ત રસ્તાઓ-
ચાલવા માટે જાઓ
તમારા સારા મિત્રને ફોન કરો
સારૂ કામ કરીને ચિંતાને દૂર કરો
લાંબા સમય સુધી સ્નાન કરો
હુંફાળી કોફી અથવા ચા નું સેવન કરો
પાલતુ પ્રાણીઓ સાથે રમો
સારી ચોપડીનું વાંચન કરો
સંગીત સાંભળો

તણાવને કોઇપણ શારીરિક, રાસાયણિક અથવા ભાવનાશીલ પરીબળ ગણાવી શકાય કે જે શારીરિક અથવા માનસિક અશાંતિ ઊભી કરે અને તે કદાચ બીમારી થવા માટેનું પરીબળ પણ બની શકે. શારીરિક અને રાસાયણિક પરીબળો કે જે જે તણાવ ઉભુ કરી શકે તેમાં માનસિક આઘાત, ચેપો, નશીલા પદાર્થોનું સેવન, બીમારીઓ અને કોઈપણ પ્રકારની નુકસાનીનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news