ભારત-ચીન યુદ્ધનાં 56 વર્ષ બાદ મળ્યું વળતર, એક ઝટકામાં બન્યા કરોડપતિ

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરન રિજિજૂ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ શુક્રવારે પશ્ચિમી ખેમાંગ જિલ્લામાં આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગ્રામીણોને વળતરની રકમના ચેપ સોંપ્યા

ભારત-ચીન યુદ્ધનાં 56 વર્ષ બાદ મળ્યું વળતર, એક ઝટકામાં બન્યા કરોડપતિ

બોમડીલા : ભારત-ચીન યુદ્ધનાં 56 વર્ષ બાદ અરૂણાચલ પ્રદેશનાં ગ્રામીણોને તેમની જમીનનાં વળતર તરીકે આશરે 38 કરોડ રૂપિયા મળ્યા છે. સેનાએ પોતાનાં બંકર અને બૈરક વગેરે બનાવવા માટે જમીન અધિગ્રહણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરન રેજિજૂ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ શુક્રવારે પશ્ચિમી ખેમાંગ જિલ્લામાં આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગ્રામીણોને વળતરની રકમના ચેક સોંપ્યા હતા. રિજિજૂએ જણાવ્યું કે, ગ્રામીણોને કુલ 37.73 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ જાહેર જમીન હતી માટે જે વળતરની રકમ ગ્રામીણોની વચ્ચે વહેંચવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, 1962ની ભારત-ચીન યુદ્ધ બાદ સેનાએ પોતાનાં બેઝ, બંકર, બૈરેક બનાવવા અને માર્ગ, પુલ તથા અન્ય નિર્માણ કાર્યો માટે ઘણી જમીનનું અધિગ્રહણ કર્યું હતું. પશ્ચિમી ખેમાંગ જિલ્લામાં એપ્રીલ 2017માં ત્રણ ગામોને 152 પરિવારોને 54 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં ગ્રામીણોને 158 કરોડ રૂપિયાની એક અન્ય ભાડુ આપવામાં આવ્યું. આ રકમ તેમની ખાનગી જમીનનાં અવેજમાં અપાઇ હતી. તેમની જમીનનું અધિગ્રહણ સેનાએ કર્યું હતું. 

— Pema Khandu (@PemaKhanduBJP) October 19, 2018

ફેબ્રુઆરી 2018માં તવાંગ જિલ્લામાં 31 પરિવારોને 40.80 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. અરૂણાચલ પ્રદેશમાં જમિન અધિગ્રહણનાં વિલંબીત મુદ્દે તવાંગ, પશ્ચિમી ખેમાંગ, ઉપરી સુબનસિરી, દિબાંગ ખીણ અને પશ્ચિમી સિયાંગ જિલ્લાનાં હતા. જે લોકોને સૌથી વધારે વળતરનો ફાયદો પહોંચ્યો છે, તેમાં ત્રણ ગ્રામીણ છે. આ ત્રણેય એક જ ઝટકામાં કરોડપતિ બની ગયા છે. પ્રેમ દોરજી ખિરમાં 6.31 કરોડની રકમ આપવામાં આવી. બીજી તરફ ફુટસો ખાવાને 6.21 કરોડ રૂપિયા મળ્યા. બીજી તરફ ખાંડુ ગ્લોને સરકારીની તરફથી 5.98 કરોડનું વળતર મળ્યું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news