યંગ ઈન્ડિયાની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, સોનિયા-રાહુલને ઈડીએ આપ્યો મોટો ઝટકો

National Herald Case: ઈડીએ જણાવ્યું કે કોંગ્રેસ સાથે જોડાયેલ એજેએલ અને યંગ ઈન્ડિયાની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તેમાં એજીએલની પ્રોપર્ટી 661.69 કરોડ રૂપિયાની છે. 
 

યંગ ઈન્ડિયાની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, સોનિયા-રાહુલને ઈડીએ આપ્યો મોટો ઝટકો

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી રીતે ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે. આ એક્શન મની લોન્ડ્રિંગ કેસમાં ઈડી દ્વારા લેવામાં આવી છે. જે હેઠળ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. 

નોંધનીય છે કે એજન્સી આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચુકી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં એજીએલની દિલ્હી, મુંબઈ અને લખનઉ સહિત અન્ય જગ્યાની પ્રોપર્ટી છે. તેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. ઈડીએ જણાવ્યું કે યંગ ઈન્ડિયાની સંપત્તિની કિંમત 90.21 કરોડ રૂપિયા છે. 

— ED (@dir_ed) November 21, 2023

EDએ 26 જૂન, 2014 ના રોજના આદેશ દ્વારા ખાનગી ફરિયાદને ધ્યાનમાં લીધા પછી દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા જારી કરવામાં આવેલી પ્રક્રિયાના આધારે મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કોર્ટે સ્વીકાર્યું કે યંગ ઈન્ડિયા સહિત સાત આરોપીઓએ પ્રથમ દ્રષ્ટીએ આઈપીસીની કલમ 406 હેઠળ વિશ્વાસનો ભંગ, આઈપીસીની કલમ 403 હેઠળ ગુનાહિત કાવતરું અને કલમ 120બી હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને અપ્રમાણિકપણે આઈપીસીની કલમ 420 હેઠળ મિલકત મેળવવાનો ગુનો કર્યો હતો. પ્રેરિત ડિલિવરી, મિલકતની અપ્રમાણિક ગેરરીતિ આચરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news