Delhi: Batra Hospital માં Oxygen ની અછતથી 1 ડોક્ટર સહિત 8 Corona દર્દીઓના મોત
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ 28 એપ્રિલના રોજ ઓક્સિજન (Oxygen) ની અછતના મામલે સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) એ દિલ્હી સરકારે આ સમસ્યાનું જલદી સમાધાન કરવાનો આદેશ આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીની બત્રા હોસ્પિટલ (Batra Hospital Delhi) માં ઓક્સિજન (Oxygen) ની અછતથી 8 COVID-19 દર્દીઓના મોત થયા છે. તેમાંથી 6 આઇસીયૂ (ICU) માં હાઇ ફ્લો ઓક્સિજન પર હતા. મૃતકોમાં બત્રા હોસ્પિટલના ગેસ્ટ્રો વિભાગના ડોક્ટર આરકે હિમથાની પણ સામેલ હતા.
'ઓક્સિજન સપ્લાયર ફોન ઉઠાવી રહ્યા નથી'
બત્રા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટૅર ડો. એસસીએલ ગુપ્તાએ કહ્યું કે 'અમે પાંચ અન્ય ગંભીર દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કરે રહ્યા છીએ.' હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઓક્સિજન સપ્લાયર ફોન ઉઠાવી રહ્યા નથી. આ દુખદ ઘટના ત્યારે થઇ જ્યારે રાષ્ટ્રીય રાજધાનીની હોસ્પિટલોએ ઓક્સિજનની આપૂર્તિમાં અછતના લીધે સપ્તાહ એસઓએસ મેસેજ મોકલ્યા હતા. દિલ્હી સરકારે કહ્યું હતું કે શહેરને નક્કી માત્રા કરતાં જીવન રક્ષક ગેસ ફાળવણી કરવામાં આવી રહી છે.
કોર્ટે જાહેર કરી ચિંતા
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ 28 એપ્રિલના રોજ ઓક્સિજન (Oxygen) ની અછતના મામલે સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) એ દિલ્હી સરકારે આ સમસ્યાનું જલદી સમાધાન કરવાનો આદેશ આપ્યો હતો. તેના પર દિલ્હી સરકાર તરફથી આગામી 72 કલાકમાં આપૂર્તિ સામાન્ય હોવાનું અનુમાન લગાવ્યું હતું. આ દરમિયાન જસ્ટિસ પ્રતિભા સિંહની બેંચએ બત્રા હોસ્પિટલ (Batra Hospital) ની સ્થિતિ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે બત્રા હોસ્પિટલને પૂછવામાં આવ્યું હતું કે આટલી મોટી હોસ્પિટલને પૂછ્યું હતું કે તમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ કેમ નથી?
ફોર્ટિસમાં પણ ઘણા દર્દીઓનો જીવ ખતરામાં છે
બીજી તરફ દિલ્હીના ફોર્ટિસ હોસ્પિટલ (Fortis Hospital) માં પણ ઓક્સિજનની અછતના લીધે ઘણા દર્દીઓના જીવ ખતરામાં છે. હોસ્પિટલના વહિવટીતંત્રએ મદદની અપીલ કરતાં કહ્યું કે સતત ઓક્સિજન આપૂર્તિ માટે પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઇ સમાધાન નિકળ્યું નથી. હોસ્પિટલમાં ઓક્સિજન સંકટના લીધે ત્યાં ભરતી 100 થી વધુ દર્દીઓના જીવ ખતરામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની ઘણી હોસ્પિટલોમાંથી સતત ગત કેટલાક દિવસોમાં તાત્કાલિક મદદની અપીલ કરતાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતાં એસઓએસ (SOS) જાહેર કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે