પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાએ કરી લીધી સગાઈ? આપ સાંસદે કપલને ટ્વીટ કરી આપી શુભેચ્છા

Parineeti Chopra Raghav Chadha: પરિણીતિ ચોપડા અને આપ નેતા રાઘવ ચડ્ઢાના ડેટિંગ રૂમર્સ વચ્ચે સાંસદ સંજીવ અરોડાએ ટ્વીટ કરી કપલને શુભેચ્છા આપી છે. 

પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાએ કરી લીધી સગાઈ? આપ સાંસદે કપલને ટ્વીટ કરી આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ Parineeti Chopra Raghav Chadha: છેલ્લા કેટલાક દિવસથી બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા અને આપ નેતા રાઘવ ચઢ્ઢાના ડેટિંગના રૂમર્સ ચર્ચામાં છે. બંને મુંબઈમાં સતત બે દિવસ લંચ અને ડિનર ડેટ પર સ્પોટ થયા હતા. ત્યારબાદ ડેટિંગના સમાચાર છવાયા હતા. તો હવે સાંસદ સંજીવ અરોડાએ બંનેને ટ્વિટર પર શુભેચ્છા આપી હતી.

સાંસદ સંજીવ અરોડાએ પરિણીતિ અને રાઘવને આપી શુભેચ્છા
આમ આદમી પાર્ટીથી સાંસદ સંજીવ અરોડાએ પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાની તસવીરો શેર કરતા ટ્વીટમાં લખ્યું છે- હું પરીણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાને દિલથી શુભેચ્છા આપુ છું. તેની યૂનિયન પ્રેમ, ખુશી અને કમ્પેનિયનશિપની સાથે બ્લેસ રહે. મારી બેસ્ટ વિશેઝ.

— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023

પરિણીતિ અને રાઘવ રેસ્ટોરન્ટની બહાર થયા હતા સ્પોટ
નોંધનીય છે કે હાલમાં બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાની સાથે મુંબઈમાં રેસ્ટોરન્ટની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. રસપ્રદ છે કે આ કપલે વ્હાઇટમાં ટ્વિનિંગ કર્યું હતું. ત્યારબાદ બંને ડેટિંગના રૂમર્સમાં છવાયા હતા. પરંતુ વીડિયો વાયરલ થવા પર આસ સાંસદે આ રૂમર્સ પર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મને રાજનીતિના સવાલ પૂછો, પરિણીતિના નહીં. 

પરિણીતિ-રાઘવને મળ્યું છે ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ
આ વર્ષે જાન્યુઆરીમાં પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાને ભારત યૂકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સથી નવાઝવામાં આવ્યા હતા. દેશમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે. આ ઈવેન્ટ બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી યોજવામાં આવી હતી. રસપ્રદ વાત છે કે પરિણીતિએ બ્રિટનના માન્ચેસ્ટર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તો રાઘવ ચડ્ઢાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ડિગ્રી મેળવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news