Amarnath CloudBurst: અમરનાથમાં આકાશી આફત, વાદળ ફાટતાં વહી ગયા શ્રદ્ધાળુઓના ટેંટ, VIDEO માં જુઓ નજારો
જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી અફરા-તફરી મચી ગઇ. આ ઘટના સાંજે સાડા પાંચ વાગે સર્જાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં 13 શ્રદ્ધાળુઓના મોત થયા છે. પહેલગામના સંયુક્ત પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
Trending Photos
Amarnath cave Cloud Burst : જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી અફરા-તફરી મચી ગઇ. આ ઘટના સાંજે સાડા પાંચ વાગે સર્જાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં 13 શ્રદ્ધાળુઓના મોત થયા છે. પહેલગામના સંયુક્ત પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
ભારે વરસાદ બાદ અચાનક આવી ગયું હતું પાણી
ITBP પાસેથી મળતી માહિતી અનુસાર કેટલાક લોકો નુકસાન થયું હોવાની આશંકા છે. જોકે હજુ સુધી સ્પષ્ટપણે કહી શકાય નહી. બચાવ દળ કામ પર છે. ઉપરી વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ગુફાના ઉપરથી પઍણી આવી ગયું હતું. વરસાદ હાલ બંધ થઇ ગયો છે. વાદળ ફાટવાથી અમરનાથ ધામના કેટલા લંગર પ્રભાવિત થયા છે. ઘાયલોને બચાવવા માટે હેલિકોપ્ટર રવાના કરી દીધા છે.
5 લોકોના મોત
તો બીજી તરફ જમ્મૂ કાશ્મીરના IGP એ કહ્યું કે પવિત્ર ગુફા પાસે વાદળ ફાટવાથી કેટલાક લંગર અને તંબૂ પૂરમાં વહી ગયા છે. 5 લોકોના મોતના સમાચાર છે. તેમાં 3 મહિલાઓ અને 2 પુરૂષ સામેલ છે. પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્રારા બચાવ અભિયાન ચાલુ છે. ઘાયલોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. સ્થિતિ હાલ કાબૂમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે