સત્તા આવતી-જતી રહે છે... અમારા ધૈર્યની પરીક્ષા ન લો, રાજ ઠાકરેએ ઉદ્ધવને લખ્યો પત્ર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે મરાઠી ભાષામાં પત્ર લખ્યો જે ટ્વિટર પર શેર કર્યો છે. 

સત્તા આવતી-જતી રહે છે... અમારા ધૈર્યની પરીક્ષા ન લો, રાજ ઠાકરેએ ઉદ્ધવને લખ્યો પત્ર

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે  લાઉડસ્પીકર વિવાદ બાદ ચર્ચામાં છે. હવે મનસે ચીફે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પ્ર લખ્યો છે. રાજ ઠાકરેએ ટ્વિટર પર પણ પત્ર પોસ્ટ કરી ઠાકરે સરકારને નિશાને લીધી છે. રાજ ઠાકરેએ કહ્યું કે, અમારા ધૈર્યની પરીક્ષા ન લો. 

મનસે અધ્યક્ષે આ પત્ર મરાઠી ભાષામાં લખ્યો છે. પત્ર શેર કરતા તેમણે મરાઠીમાં ટ્વીટ કર્યુ- કોઈ સત્તાનું તામપત્ર લઈને આવ્યું નથી. સત્તા આવતી-જતી રહે છે. કોઈ એક વ્યક્તિ પાસે ટકતી નથી. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે તમારી પાસે પણ સત્તા હંમેશા રહેવાની નથી.

— Raj Thackeray (@RajThackeray) May 10, 2022

પોતાના ટ્વીટમાં રાજ ઠાકરેએ આગળ લખ્યું- 4 તારીખે લાઉડસ્પીકર ઉતારવાને લઈને જે અમારી મુહિમ હતી તેની વિરુદ્ધ મહારાષ્ટ્રના તમામ મહારાષ્ટ્ર સૈનિકો પર તમારી પોલીસ અને સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

મનસે પ્રમુખે આગળ લખ્યું છે- સંદીપ દેશપાંડે સહિત તમામ કાર્યકર્તાઓને પોલીસ શોધી રહી છે, આ બરોબર નથી. તમામ મરાઠી ભાઈ-બહેન આ વાત જોઈ રહ્યાં છે. કોઈ સત્યનું તામપત્ર લઈને આવ્યું નથી. તમે પણ લઈને આવ્યા નથી. અમારા ધૈર્યની પરીક્ષા લો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news