પદ્મ શ્રી સન્માનની જાહેરાત, આ અનસંગ હીરોઝને મળશે સન્માન, જુઓ લિસ્ટ

આ વર્ષે અપાનારા પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. આ લિસ્ટમાં તમામ એવા નામ છે જે ગુમનામ નાયકો છે. તેમાં પાર્બતી બરૂણા, જગેશ્વર યાદવ, ચામી મુર્મૂ, ગુરવિંદર સિંહ જેવા નામ સામેલ છે.

પદ્મ શ્રી સન્માનની જાહેરાત, આ અનસંગ હીરોઝને મળશે સન્માન, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. સરકારે એવા ગુમનામ નાયકોને સન્માનિત કર્યાં છે, જેણે પોતાના ક્ષેત્રમાં શાનદાર કામ કર્યું છે. જે જનજીવન માટે પ્રેરણા છે અને તેની જીવન ગાથા લોકોને સકારાત્મક સંદેશ આપી શકે છે. આ લિસ્ટમાં 34 નાયકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં પાર્વતી બરૂણા (પ્રથમ મહિલા મહાવત), જાગેશ્વર યાદવ (આદિવાસી કાર્યકર્તા), ચામી મુર્મૂ (જનજાતીય પર્યાવરણવિદ્ તથા મહિલા સશક્તિકરણ) જેવા નામ સામેલ છે.

પદ્મ શ્રી સન્માનિત થનારા વ્યક્તિઓના નામ

1- પાર્વતી બરુઆ, 67 વર્ષ, આસામ, સોશિયલ વર્ક (એનિમલ વેલફેર)

2-જાગેશ્વર યાદવ,67 વર્ષ, છત્તીસગઢ, સોશિયલ વર્ક (આદિવાસી)

3- ચામી મુર્મૂ, 52 વર્ષ, ઝારખંડ, સોશિયલ વર્ક (પર્યાવરણ)

4-ગુરવિંદર સિંહ, 53 વર્ષ, હરિયાણા, સોશિયલ વર્ક (દિવ્યાંગ)

5- સત્ય નારાયણ બલેરી, 50 વર્ષ, કેરળ (કૃષિ)

6- દુખુ માઝી, 78 વર્ષ, પશ્ચિમ બંગાળ સામાજિક કાર્ય (પર્યાવરણ)

7- કે ચેલામલ, 69 વર્ષ, આંદામાન અને નિકોબાર (કૃષિ)

8- સંગાથંકીમા, 63 વર્ષ, મિઝોરમ, સામાજિક કાર્ય (બાળકો)

9- હેમ ચંદ્ર માઝી, 70 વર્ષ, છત્તીસગઢ (આયુષ)

10- યાનુંગ જામોહ લેગો, 58 વર્ષ, અરુણાચલ પ્રદેશ (કૃષિ)

11- સોમન્ના, 66 વર્ષ, કર્ણાટક, સામાજિક કાર્ય (આદિવાસી)

12- સર્વેશ્વર બાસુમેતરી, 61 વર્ષ, આસામ, (કૃષિ)

13- પ્રેમા ધનરાજ, 72, કર્ણાટક (દવા)

14- ઉદય વિશ્વનાથ દેશ પાંડે, 70 વર્ષ, મહારાષ્ટ્ર (મલખંભ કોચ)

15- યાઝકી માનેકશા ઇટાલિયા, 72 વર્ષ, ગુજરાત (સ્વદેશી-સિકલ સેલ)

16- શાંતિ દેવી પાસવાન અને શિવાન પાસવાન, મધુબની બિહાર (પેઈન્ટિંગ)

17- રતન કહાર, 88 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (લોકગીત ગાયન)

18- અશોક કુમાર બિસ્વાસ, 67 વર્ષ, બિહાર (પેઈન્ટિંગ)

19- બાલકૃષ્ણ સદનમ પુથિયા વીથિલ, 79 વર્ષ, કેરળ, કલા, (કથકલી)

20- ઉમા માહેશ્વરી ડી, 63 વર્ષ આંધ્ર પ્રદેશ, કલા (સ્ટોરી ટેલિંગ)

21- ગોપીનાથ સ્વેન, 105 વર્ષ, ઓડિશા, આર્ટ (ભજન ગાયન)

22- સ્મૃતિ રેખા ચાખમા, 63 વર્ષ, ત્રિપુરા આર્ટ (ટેક્સટાઈલ)

23- ઓમ પ્રકાશ શર્મા, 85 વર્ષ, મધ્ય પ્રદેશ, આર્ટ (થિયેટર ફોક)

24- નારાયણ ઈપી, 67 વર્ષ, કેરલ કલા (ડાંસ)

25- ભાગવત પ્રધાન, 85 વર્ષ ઓડિશા, કલા (ડાંસ)

26-સનાતન રુદ્ર પાલ, 68 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (સ્કલ્પચર)

27-બદ્રપ્પન એમ, 87 વર્ષ, તમિલનાડૂ, કલા (ડાંસ)

28-જોર્ડન લેપચા, 50 વર્ષ, સિક્કિમ, કલા (ક્રાફ્ટ)

29-માચિહાન સાસા, 73 વર્ષ, મણિપુર, કલા (ક્રાફ્ટ)

30-ગદ્દમ સમૈયા, તેલંગાણા, 67 વર્ષ, કલા (ડાંસ)

31-જાનકી લાલ, 81 વર્ષ, રાજસ્થાન, કલા (થિયેટર)

32-દાસારી કોંડપ્પા, 63 વર્ષ, તેલંગાણા, કલા (ઈંસ્ટ્રુમેન્ટ)

33-બાબૂરામ યાદવ, 74 વર્ષ, ઉત્તર પ્રદેશ, કલા (ક્રાફ્ટ)

34-નેપાલ ચંદ્ર સૂત્રાધાર- 82 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (માસ્ક મેકિંગ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news