ભાજપ MLAનું વિવાદિત નિવેદન, સાક્ષીના લવમેરેજ વિશે કહ્યું-'કામ વાસનાથી વશીભૂત થઈ લીધો નિર્ણય'

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશના બલિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જિલ્લા હોસ્પિટલમાં વિના મુલ્યે સીટી સ્કેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં.

ભાજપ MLAનું વિવાદિત નિવેદન, સાક્ષીના લવમેરેજ વિશે કહ્યું-'કામ વાસનાથી વશીભૂત થઈ લીધો નિર્ણય'

બલિયા: પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશના બલિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જિલ્લા હોસ્પિટલમાં વિના મુલ્યે સીટી સ્કેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. અહીં તેમણે સાક્ષીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે બરેલીથી ભાજપના ધારાસભ્યની પુત્રી સાક્ષી માટે કહ્યું  કે આ નિર્ણય કામ વાસનામાં અંધ થઈને લેવાયેલો નિર્ણય છે. જેને ક્યાંયથી પણ યોગ્ય ગણાવી શકાય નહીં. સાક્ષીનો નિર્ણય ખોટો છે. જેનો સાક્ષીએ ભવિષ્યમાં પશ્ચાતાપ કરવો પડશે. 

— ANI UP (@ANINewsUP) July 15, 2019

મુસ્લિમોને લઈને આપ્યું વિવાદિત નિવેદન
આઝમ ખાનના 3 બાળકો પેદા કરનારાઓને ફાંસીની સજાના નિવેદન પર સુરેન્દ્ર સિંહે કહ્યું કે આઝમ ખાન ફક્ત ટિપ્પણી કરે છે. સવાલ એ છે કે મુસ્લિમ ધર્મમાં તમે જાણો છો કે 50 ઓરત રાખો અને 1050 બાળકો પેદા  કરો... આ કોઈ પરંપરા નથી પરંતુ આ તો એક પ્રકારની જાનવરી પ્રવૃત્તિ છે. જાનવરી પ્રવૃત્તિ ઠીક છે, કુદરતી રીતે જે સંતાનો પેદા થાય, 3 કે ચાર આવે તેમાં કોઈ વાત નથી પરંતુ આ પ્રકારની ટિપ્પણી કરવી પ્રાસંગિક નથી. 

જુઓ LIVE TV

બરેલીના ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષી મિશ્રાએ એક દલિત યુવક સાથે લગ્ન કર્યા બાદ થઈ રહેલી ચર્ચા પર યુપીના બલિયાના બેરિયા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું કે પુત્ર અને પુત્રી અંગે જેટલું સુંદર તનચિત્ર માતા પિતા રાખે છે તેટલું દુનિયામાં કોઈ રાખતું નથી. આ કોઈ પણ પુત્ર કે પુત્રી કામુકતાને વશ થઈને નિર્ણય લઈ લે છે. કામ વાસનાથી વશીભૂત થઈને લેવાયેલો તેમને નિર્ણય ક્યાંથી પણ યોગ્ય કહી શકાય નહીં. સાક્ષીનો જે પણ નિર્ણય છે તે ખોટો છે અને તેણે ભવિષ્યમાં તેનો પશ્ચાતાપ કરવો પડશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news