LPG Cylinder: રાજસ્થાનના લોકોને રાહત, સીએમ ગેહલોતે કરી મોટી જાહેરાત, 500 રૂપિયા મળશે ગેસ સિલિન્ડર

cylinder in 500 rupees: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરના માલાખેડાની રેલીના મંચ પરથી એક મોટી જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડે અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓની હાજરીમાં કરી હતી. 
 

LPG Cylinder: રાજસ્થાનના લોકોને રાહત, સીએમ ગેહલોતે કરી મોટી જાહેરાત, 500 રૂપિયા મળશે ગેસ સિલિન્ડર

Ashok Gehlot: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરના માલાખેડાની રેલીના મંચ પરથી એક મોટી જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરડે અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓની હાજરીમાં કરી હતી. 

અલવર જિલ્લાના માલાખેડામાં તમામને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે અમે એક કેટેગરી બનાવી રહ્યા છીએ. આ કેટેગરીમાં લોકોને 1,050 રૂપિયાનો ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. સિલિન્ડર એપ્રિલથે રાજ્યમાં મળશે. આગામી મહિને અમે બજેટ રજૂ કરીશું, તેમાં રસોઇ ગેસનો બોજો ઓછો કરવા માટે કીટ વહેચવાની યોજના લાવીશું. 

તેમણે કહ્યું કે પહેલાં ઇનકમ ટેક્સ, ઇડીથી લોકો ડરતા હતા, હવે તે પોતે ડરેલા છે. દેશમાં લોકતંત્રના મૂળિયા નબળા પડી ગયા છે. રાહુલ ગાંધી એક હેતુ લઇને ચાલે છે. આઝાદી બાદ આ પ્રથમ ભારત જોડો યાત્રા છે. આખો દેશ મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત છે. ERCP ને અમે કોઇપણ ભોગે બંધ કરીશું નહી. તેને રાષ્ટ્રીય યોજનાનો દરજ્જો અપાવવા માટે અમારી લડાઇ ચાલુ રહેશે. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન આગામી બજેટ યુવાનોને સમર્પિત હશે.

પાયલોટે કહ્યું- યાત્રાએ તોડ્યા રેકોર્ડ....
સચિન પાયલોટે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા જે સંકલ્પ સાથે ચાલી છે, તેને હું સલામ કરું છું. યાત્રાએ જોડવાનું કામ કર્યું છે. કેટલાક લોકોને આ યાત્રા માફક આવી રહી નથી. ચાર ડિસેમ્બરના રોજ કમલનાથે પડકાર ફેંક્યો હતો, અમે સ્વાગત કર્યું. રાજસ્થાનમાં સ્વાગતના બધા રેકોર્ડ તોડી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news