એશિયાડ મેડલ વિજેતા કેજરીવાલથી નાખુશ, કહ્યું- મદદનું વચન આપ્યું, પછી ફોન પણ ન ઉપાડ્યો
નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જકાર્તામાં આયોજિત એશિયાઈ ખેલોમાં મેડલ જીતનારા 11 ખેલાડીઓને બુધવારે રાજધાની દિલ્હીમાં સન્માનિત કર્યાં. આ દરમિયાન રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડી દિવ્યા કાકરાને કેજરીવાલને બરાબર સંભળાવી દીધુ.
Trending Photos
નવી દિલ્હી: નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જકાર્તામાં આયોજિત એશિયાઈ ખેલોમાં મેડલ જીતનારા 11 ખેલાડીઓને બુધવારે રાજધાની દિલ્હીમાં સન્માનિત કર્યાં. આ દરમિયાન રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડી દિવ્યા કાકરાને કેજરીવાલને બરાબર સંભળાવી દીધુ.
દિવ્યાએ સીએમ કેજરીવાલને કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યા બાદ તમે મને મદદનું વચન આપ્યું હતું. ત્યારબાદ જ્યારે એશિયન ગેમ્સની તૈયારીઓ માટે તમને લખીને જણાવ્યું તો પણ કોઈ મદદ મળી નહી. મારો ફોન સુદ્ધા ન ઉપાડ્યો.
એશિયન ગેમ્સમાં ફ્રી સ્ટાઈલ 68 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી દિવ્યાએ કહ્યું કે 'હું આજે અહીં પહોંચી ગઈ છું આથી બધા મારી મદદ કરી રહ્યાં છે. મેડલ જીત્યા બાદ સરકાર ખેલાડીઓની મદદ કરી રહી છે પરંતુ આ અગાઉ જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે અમને કોઈ પ્રકારની મદદ મળી નહીં. '
દિવ્યાએ કહ્યું કે 'કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં મેં બ્રોન્ઝ સહિત દિલ્હીને સતત 12 મેડલ આપ્યાં. હું કહેવા માંગુ છું કે તમે અત્યારે મારા માટે આટલુ બધુ કરી રહ્યાં છો પરંતુ જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ આવ્યો હતો ત્યારે મારા માટે કશું થયું નહતું.'
એશિયન મેડલ વિજેતા આ ખેલાડીએ વધુમાં કહ્યું કે હું જે પરિસ્થિતિ સામે લડીને અહીં આવી છું, તેવા અનેક ગરીબ બાળકો છે. તમે તેમના માટે પણ કઈંક વિચારો. કારણ કે જ્યારે વધારે મદદની જરૂર હોય છે ત્યારે કોઈ મદદ કરતું નથી. અહીં દિવ્યાનો અર્થ ખેલોની તૈયારીઓમાં ખર્ચ થનારા પૈસા બાબતે હતો.
હરિયાણામાં ખેલાડીઓને વધુ સપોર્ટ
દિવ્યાએ સીએમની સામે નારાજગી જાહેર કરતા કહ્યું કે અમે બેશક ગરીબ છીએ, પરંતુ અમારા મનમાં કઈં કરી બતાવવાની જ્વાલા છે. હું આજે પાણીમાં પણ પહેલવાની કરી રહી છું. જો તમે સપોર્ટ કરશો તો બહુ સારું રહેશે. જે નવા બાળકો નીકળીને આવી રહ્યાં છે, તમે તેમની મદદ કરો. હરિયાણામાં દિલ્હીથી વધુ મેડલ આવ્યાં છે. કારણ કે તેમની સાથે સપોર્ટ છે. હરિયાણામાં મેડલ જીતનારાને 3 કરોડ રૂપિયા મળે છે. જ્યારે દિલ્હીમાં 20 લાખ રૂપિયા મળે છે. જો કે હવે અહીં એક કરોડ રૂપિયા કરી નાખ્યા છે. હરિયાણા અંગે લોકો કહે છે કે ત્યાં દૂધ છે, ધી છે. પરંતુ ત્યાં સપોર્ટ મોટી વસ્તુ છે. દૂધ ઘી તો આપણા ત્યાં પણ છે પરંતુ સપોર્ટ નથી. હવે તમે જ વિચારો કે બીજી વખત દિલ્હીમાં સૌથી વધુ મેડલ આવે, અને ગોલ્ડ આવે.
હવે ખેલાડીઓની 2 નીતિઓ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિવ્યાને કહ્યું કે તેઓ તેની વાતથી સહમત છે પરંતુ તેમની સરકાર અનેક અડચણોનો સામનો કરી રહી હતી. તેમનીસરકાર જલદી ખેલાડીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે બે નીતિઓ તૈયાર કરશે. આ બે નીતિઓ હેઠળ સરકાર મેડલ જીતનારા ખેલાડીઓ અને શરૂઆતના દિવસોમાં યુવા પ્રતિભાના સ્વરૂપમાં ઓળખાતા ખેલાડીઓને નાણાકીય સહાયતા આપશે.
મુખ્યમંત્રીના કાર્યાલયથી જારી એક નિવેદનમાં કહેવાયું કે પહેલી નીતિનું નામ પ્લે એન્ડ પ્રોગ્રેસ હશે અને તે હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના જીવનમાં એકવાર પદક જીતનારા ખેલાડીઓને નાણાકીય સહાયતા અને ખેલ સંબંધિત સુવિધાઓ આપવામાં આવશે.
આ નીતિને પ્રભાવી રીતે લાગુ કરવા માટે વિશેષજ્ઞોની સમિતિ તૈયાર કરવામાં આવશે, જેમાં દિગ્ગજ ખેલાડીઓ અને અન્ય અધિકારીઓ સામેલ થશે. આ સમિતિ દરેક મામલે અપાતી નાણાકીય સુવિધાઓ અને ખેલ સંબંધી સુવિધાઓ માટે ફેસલા લેશે.
બીજી નીતિને મિશન એક્સિલન્સ નામ આપવામાં આવશે. આ નીતિ યુવાવસ્થામાં પ્રતિભાઓની ખોજ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને ઉભરતા ખેલાડીઓને તેમના ખેલમાં ઉત્તીર્ણ બનાવવા માટે તાલિમ આપી શકાય. તેમને દરેક પ્રકારની સુવિધા આપવામાં આવશે.
પુરસ્કારની રાશિમાં વધારો
કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર પદ વિજેતાઓને અપાતા કેશ પુરસ્કારમાં વધારો કર્યો છે. આવામાં દિલ્હી સરકાર એશિયાઈ ખેલોમાં સુવર્ણ પદક જીતનારા ખેલાડીઓને એક કરોડ રૂપિયા આપશે. સિલ્વર મેડલ વિજેતાઓને 75 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 50 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અગાઉ સુવર્ણ પદક જીતનાર ખેલાડીને 20 લાખ રૂપિયા, રજત પદક જીતનારને 14 લાખ અને કાંસ્ય પદક જીતનારને 10 લાખ રૂપિયા અપાતા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે