માતા-પિતા...સાસુ-સસરાની સાથે રહેવા માટે આ સરકારી કર્મચારીઓને બખ્ખાં! અલગથી મળશે રજા

Special Leave in Assam: સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ રજાઓનો ઉપયોગ માત્ર વૃદ્ધ માતા-પિતા અથવા સાસુ-સસરાની સાથે સમય વિતાવવા માટે કરવામાં આવશે, ના કે વ્યક્તિગત મનોરંજન માટે નહીં.

માતા-પિતા...સાસુ-સસરાની સાથે રહેવા માટે આ સરકારી કર્મચારીઓને બખ્ખાં! અલગથી મળશે રજા

Assam Govt Leave Policy: અસમની હિમંતા વિશ્વ શર્મા સરકારે સરકારી કર્મચારીઓને માતા-પિતા અથવા સાસુ-સસરાની સાથે સમય પસાર કરવા માટે બે દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. જી હા... સરકારી કર્મચારીઓને આ રજા 6 અને 8 નવેમ્બરે મળશે. જો કે, કર્મચારી આ રજાઓનો ઉપયોગ પોતાના મનોરંજન માટે અથવા તો જે કર્મચારીઓના માતા-પિતા કે સાસુ સસરા નથી તેમને મળશે નહીં. 

અસમના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)એ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે કે 'મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માના નેતૃત્વમાં અસમ સરકારે 6 અને 8 નવેમ્બર 2024 ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓને તેમના માતા-પિતા અથવા સાસુ સસરાની સાથે સમય પસાર કરવા માટે વિશેષ કેઝ્યુઅલ રજાની જાહેરાત કરી છે. 

આ રજાઓનો ઉપયોગ માત્ર વૃદ્ધ માતા-પિતા અથવા સાસુ-સસરાની સાથે સમય પસાર કરવા માટે કરવામાં આવશે, વ્યક્તિગત મનોરંજન માટે નહીં. સરકાર આ રજા એટલા માટે આપી રહી છે કે જેથી વૃદ્ધ માતા-પિતા અથવા સાસુ સસરાનું સન્માન કરી શકાય અને તેમની સંભાળ રાખી શકાય.

This leave must be used solely for spending time with aging… pic.twitter.com/jZa6ZHPPCq

— Chief Minister Assam (@CMOfficeAssam) July 11, 2024

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે  7 નવેમ્બરે છઠ પૂજા, 9 નવેમ્બરે બીજા શનિવારની રજા અને 10 નવેમ્બરે રવિવારની રજા સાથે આ રજાઓ લઈ શકાય છે. જ્યારે, જરૂરી સેવાઓમાં કામ કરી રહેલા કર્મચારીઓ તબક્કાવાર રજાઓ લઈ શકે છે. મુખ્યમંત્રી શર્માએ 2021માં પદ સંભાળ્યા પછી સ્વતંત્રતા દિવસ પર પોતાના પહેલા ભાષણમાં આ વિશેષ રજાઓની જાહેરાત કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news