દિલ્હીમાં શોભાયાત્રા પર પથ્થરમારો, 6 પોલીસકર્મીઓ ઘાયલ, એક્શન મોડમાં અમિત શાહ
દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિના અવસર પર નિકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. આ હિંસામાં પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહી રહ્યું છે કે યાત્રામાં સામેલ લોકો પર અચાનક પથ્થરબાજી થવા લાગી જેના લીધે બીજા પક્ષ તરફથી પણ પથ્થરમારો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિના અવસર પર નિકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. આ હિંસામાં પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહી રહ્યું છે કે યાત્રામાં સામેલ લોકો પર અચાનક પથ્થરબાજી થવા લાગી જેના લીધે બીજા પક્ષ તરફથી પણ પથ્થરમારો કર્યો છે. સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે અને મોટી સંખ્યામાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે.
પોલીસ સ્થિતિ પર મેળવી રહી છે કાબૂ
કહેવામાં આવી રહ્યું છે કે શોભા યાત્રા જ્યારે જહાંગીરપુરી સ્થિત સંપ્રદાય વિશેષના એક ધાર્મિક સ્થળ પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો. ત્યારબાદ નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી અને હિંસા ભડકી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ઉભેલી એક ઇ રીક્શાને આગ લગાવી દીધી હતી. આસપાસ તોડફોડ શરૂ કરી દીધી છે. હાલ મોટી સંખ્યામાં પોલીસકર્મી અને ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર કાબૂ મેળવવા પહોંચી ગયા છે.
दिल्ली के जहांगीरपुरी में #हनुमान जन्मोत्सव शोभायात्रा पर इस्लामिक जिहादियों ने की पत्थर, तलवार व गोलियों की बौछार।
जिहादी बस्तियाँ बन चुकी हैं मिनी पाकिस्तान..!! pic.twitter.com/XwNWAhywxi
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) April 16, 2022
અત્યારે તણાવનો માહોલ છે જે વિડીયો સામે આવ્યો છે તેમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જ્યારે ઘટનાસ્થળ પર સ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઉપદ્રવીઓ દ્રારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અત્યારે પોલીસ આ ઘટના વિશે કંઇપણ બોલવાનું ટાળી રહી છે.
ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આપ્યા આદેશ
ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આદેશ જાહેર કર્યા છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે વધારાની પોલીસ ટીમ તૈનાત કરવામાં આવે. 2 જૂથો વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીના લીધે મોટો વિવાદ બની ગયો.
ઘટના સ્થળે સીનિયર અધિકારીઓને મોકલવાના આદેશ
ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસના સીનિયર અધિકારીઓને ઘટનાસ્થળે જવાનો આદેશ કર્યો છે. સાથે જ વધારાની પોલીસ ટીમો તૈનાત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર એક પોલીસકર્મી ઘાયલ થયો હોવાની જાણકારી છે જોકે તે ખતરાની બહાર છે.
દિલ્હી પોલીસના PRO એ કહી આ વાત
આ મામલે દિલ્હી પોલીસ PRO નું કામ જોઇ રહેલા ડીસીપી અન્યેષ રાયનું કહેવું છે કે જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો થયો છે .શોભાયાત્રામાં ચાલી રહેલા લોકો પર પથ્થરમારો અને સામાન્ય આગચંપીની વાત સામે આવી. અમારા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે છે, સ્થિતિ હવે અંડર કંટ્રોલ છે. વધારાની ફોર્સ ગોઠવવામાં આવી છે.
કેજરીવાલે કહી આ વાત
આ મામલે દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસા રોકવાની જવાબદારી દિલ્હી પોલીસ અને કેંદ્ર સરકારની છે. તેમણે લોકોને કહ્યું કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખે. તમને જણાવી દઇએ કે સીએમએ આ વખતે હનુમાન જન્મોત્સવના સ્થળ પર સુંદર કાંડના પાઠની શરૂઆત કરી છે.
એક્શન મોડમાં અમિત શાહ
દિલ્હીમાં પથ્થરમારાના મામલે કેંદ્રીય મંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે સમાચાર છે કે તેમણે સીનિયર પોલીસ અધિકારીઓ પાસે સમગ્ર ઘટનાની જાણકારી લીધી છે. સાથે જ દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાને કહ્યું કે હવે સ્થિતિ કાબૂમાં છે.
પોલીસે દાખલ કર્યો કેસ
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે આ સંબંધમાં રમખાણો સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લગભગ અડધો ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.
6 પોલીસકર્મીઓ ઘાયલ
તાજેતરમાં મળતી માહિતી મુજબ આ પથ્થરમારામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા છે. આ ઉપરાંત પોલીસે કેસ દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. આ હિંસામાં SI મેઘાલાલના હાથમાં પણ ગોળી વાગી છે. અત્યારે વિસ્તારમાં આરએએફની 2 ટીમો તૈનાત છે.
પોલીસ તપાસ માટે 10 ટીમોની રચના
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચ સ્પેશિયલ સેલ આ હિંસાના કાવતરાની તપાસમાં લાગી ગઇ છે. આ તપાસ માટે દિલ્હી પોલીસની 10 ટીમો બનાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે