MI vs LSG: મુંબઇની સતત છઠ્ઠી હાર, લખનઉએ 18 રનથી જીતી બાજી
લખનઉ સુપર જાયન્ટ્સે આઇપીએલ 2022 ના 26મા મુકાબલામાં મુંબઇ મુંબઇ ઇન્ડીયન્સને 18 રનથી માત આપી. આ મુકાબલાની આ સીઝનમાં 6ઠ્ઠી હાર છે અને આઇપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે મુંબઇ પોતાના પ્રથમ 6 મુકાબલામાં હારી છે.
Trending Photos
MI vs LSG IPL 2022 Match live updates: લખનઉ સુપર જાયન્ટ્સે આઇપીએલ 2022 ના 26મા મુકાબલામાં મુંબઇ મુંબઇ ઇન્ડીયન્સને 18 રનથી માત આપી. આ મુકાબલાની આ સીઝનમાં 6ઠ્ઠી હાર છે અને આઇપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે મુંબઇ પોતાના પ્રથમ 6 મુકાબલામાં હારી છે. આ પહેલાં 2014 માં ટીમ પહેલાં 5 મેચ હારી હતી. લખનઉ સુપર જાયન્ટ્સે કેપ્ટન કેએલ રાહુલની 103 રનની અણનમ શતકીય ઇનિંગના દમ પર મુંબઇ સામે 200 રનનો ટાર્ગેટ મુક્યો હતો. આ સ્કોર સામે મુંબઇ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 181 રન જ બનાવી શકી હતી. લખનઉ માટે આવેશ ખાને સૌથી વધુ ત્રણે વિકેટ લીધી.
મુંબઇની ઇન્ડીયન્સની શરૂઆત ફરી એકવાર બેકારી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મમાં છે. તે ફક્ત 6 રન બનાવીને આઉટ થઇ ગયા. ત્યાબાદ ડેવાલ્ડ બ્રેવિસે 31 રનની ઇનિંગ રમતાં થોડી આશા જગાવી, પરંતુ તે પણ આઉટ થઇ ગયા. ઇશાન કિશન, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ પણ સારે શરૂઆત મળ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી.
મુંબઇ ઇન્ડીયન્સને અંતિમ 5 ઓવરમાં 75 રનોની જરૂર હતી, ત્યારબાદ કાયરન પોલાર્ટે મોરચો સંભાળ્યો. પોલાર્ડ એક તરફથી સતત બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા. પરંતુ આખરે જયદેવ ઉનડકટે પણ કાયરન પોલાર્ટનો સાથ ન આપ્યો.
જયદેવ ઉનડકટે ઇનિંગની 19 ઓવરમાં એક સિક્સર અને બે ચોગ્ગા (એક લેગબાઇ) ફતકાર્યા. જેથી મેચની બાજી પલટાઇ ગઇ હતી. જેસલ હોલ્ડરની આ ઓવરમાં મુંબઇ ઇન્ડીયન્સને કુલ 17 રન મળ્યા. મુંબઇને જીત માટે અંતિમ ઓવરમાં 26 રનોની જરૂર હતી. પરંતુ પહેલાં બોલ પર જ વિકેટ પડી ગઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે