ધારાસભ્યએ ભીડ ઉપર ચઢાવી દીધી કાર, 7 પોલીસકર્મીઓ સહિત 20 લોકો ગંભીર રીતે ઘાયલ

ઓડિશાના ખુર્દ જિલ્લાના બાનાપુરમાં બીજેડીના સસ્પેન્ડેડ ધારાસભ્ય પ્રશાંત જગદેવના વાહન દ્રારા કથિત રીતે ટક્કર મારતાં 7 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા.

ધારાસભ્યએ ભીડ ઉપર ચઢાવી દીધી કાર, 7 પોલીસકર્મીઓ સહિત 20 લોકો ગંભીર રીતે ઘાયલ

ભુવનેશ્વર: ઓડિશાના ખુર્દ જિલ્લાના બાનાપુરમાં બીજેડીના સસ્પેન્ડેડ ધારાસભ્ય પ્રશાંત જગદેવના વાહન દ્રારા કથિત રીતે ટક્કર મારતાં 7 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા.

ધારાસભ્ય પણ ગંભીર રીતે ઘાયલ
પોલીસે કહ્યું કે ઘટનામાં ચિલ્કાના ધારાસભ્ય જગદેવ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જગદેવના વાહને બ્લોક અધ્યક્ષની ચૂંટણી દરમિયાન બીડીઓ બાનાપુરના કાર્યાલાયની બહાર જમા ભીડને ટક્કર મારી હતી. 

પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ
અધિકારીઓએ જણાવ્યું કે ઘટનામાં બાનાપુર પોલીસ મથકના પ્રભારી નિરીક્ષક આર.આર. સાહૂ સહિત 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને AIIMS ભુવનેશ્વર લઇ જવામાં આવ્યા. 

अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/V4ATOttcw4

— Zee News (@ZeeNews) March 12, 2022

કુલ 20 લોકો ઘાયલ
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભાજપના લગભગ 13 કાર્યકર્તા અને 7 પોલીસકર્મી ઘાયલ થયા છે. કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. ખુર્દના એસપી લેખ ચંદ્ર પાહીએ જણાવ્યું કે ધારાસભ્યને પહેલાં ટાંગી હોસ્પિટલમાં અને પછી તેમને ભુવનેશ્વર લઇ જવામાં આવ્યા હતા. 

પાર્ટીમાંથી સસ્પેંડેડ છે ધારાસભ્ય
તમને જણાવી દઇએ કે જગદેવને ગત વર્ષે પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે સસ્પેંડ કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news