યૂક્રેનથી પરત ફરેલા પુત્રને જોઇ છલકાયો પિતાનો પ્રેમ, કહ્યું- મારો નહી મોદીજીનો પુત્ર આવ્યો છે
રશિયા-યૂક્રેન યુદ્ધને આજે 17 દિવસ થઇ ચૂક્યા છે. યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું. અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ લાવવામાં આવ્યા છે. પરંતુ યૂક્રેનના સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને નિકાળવા સૌથી મુશ્કેલી ભરેલું ઓપરેશન હતું.
Trending Photos
નવી દિલ્હી: રશિયા-યૂક્રેન યુદ્ધને આજે 17 દિવસ થઇ ચૂક્યા છે. યૂક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું. અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ લાવવામાં આવ્યા છે. પરંતુ યૂક્રેનના સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને નિકાળવા સૌથી મુશ્કેલી ભરેલું ઓપરેશન હતું. ત્યાંથી ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓની ચિંતા પીએમ મોદીને સૌથી વધુ છે. જ્યારે ત્યાંથી એક કાશ્મીરી વિદ્યાર્થીને પરત લાવવામાં આવ્યો તો તેના પિતાએ ભાવુક થઇને કહ્યું 'આજે મારો નહી પરંતુ મોદીજીનો પુત્ર પરત આવ્યો છે.'
'મારો નહી મોદીજીનો પુત્ર આવ્યો છે પરત'
જાણકારી અનુસાર શુક્રવારે ઓપરેશન ગંગા હેઠળ આવેલી ઉડાનમાં જમ્મૂ કાશ્મીરના શ્રીનગર નિવાસી સંજય પંડિતનો પુત્ર ધ્રુવ પરત આવ્યો તો તેને જોઇને સંજયના આંસૂ નિકળી ગયા. તેમણે રૂંધાયેલા ગળે કહ્યું કે- આ મારો પુત્ર નથી, મોદીજીનો પુત્ર પરત આવ્યો છે. તે પુત્રને લઇને પરત આવ્યા છે.
પીએમ મોદીનો વ્યક્ત કર્યો આભાર
તેમણે કહ્યું કે મારા પુત્રની વાપસી માટે હું પીએમ મોદીનો ધન્યવાદ કરવા માંગુ છું. તેમના કારણે જ મારો પુત્ર પરત ફર્યો છે. સંજય પંડિતે કહ્યું કે સૂમીની સ્થિતિ જોતાં મેં મારા પુત્રની વાપસીની આશા છોડી દીધી હતી. હું કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તો બીજી તરફ ધ્રુવે કહ્યું કે સૂમીમાં રહેવું ખૂબ કઠીન હતું. ભારત પરત આવીને મેં રાહતનો શ્વાસ લીધો છે. ઓપરેશન ગંગા મુહિમ ચલાવવા માટે સરકારનો ધન્યવાદ.
#WATCH A tearful Sanjay Pandita from Srinagar, Kashmir welcomes his son Dhruv on his return from Sumy, #Ukraine, says, "I want to say that it's Modiji's son who has returned, not my son. We had no hopes given the circumstances in Sumy. I am thankful to GoI for evacuating my son." pic.twitter.com/ygqOVk5PGm
— ANI (@ANI) March 11, 2022
અત્યાર સુધી 18 હજાર લોકો પરત ફર્યા
સંજય પંડિત ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓના પરિજનોએ પણ બાળકોને જોઇને રાહતનો શ્વાસ લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા મુજબ યૂક્રેનથી અત્યાર સુધી 18 હજારથી વધુ ભારતીય ઓપરેશન ગંગા હેઠળ સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા છે. જોકે હજુ સુધી પણ કેટલાક ફસાયેલા છે અને તેમને લાવવા માટે વિમાન મોકલવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે