બળાત્કાર આદિ અનાદિ કાળથી થતા આવે છે: BJP નેતાનું વિવાદિત નિવેદન

બળાત્કાર સમાજનો એક હિસ્સો છે સમગ્ર મુદ્દો જાણ્યા વગર મીડિયા ઘટનાઓને ચગાવે છે

બળાત્કાર આદિ અનાદિ કાળથી થતા આવે છે: BJP નેતાનું વિવાદિત નિવેદન

નવી દિલ્હી : હરિયાણામાં રેપની ઘટનાઓ પર શરમજનક નિવેદનો આવી રહ્યા છે. મુખ્યમંત્રી બાદ એડીજીપી અને હવે એક ભાજપનાં નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપ નેતાએ કહ્યું કે, એવી ઘટનાઓ તો આદિકાળથી થઇ રહી છે. બીજી તરફ સતત રેપની ઘટનાઓથી વિવાદોમાં આવેલી હરિયાણા સરકારનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, તેઓ પણ મધ્યપ્રદેશ સરકારની તર્જ પર 12 વર્ષ સુધી બાળકીઓ પર બળાત્કારનાં આરોપીને ફાંસી આપવાનો કાયદો લાવશે. ખટ્ટરે કહ્યું કે, રાજ્યમાં રેપની ઘટનાઓને અટકાવવા માટે 12 ર્ષની બાળકીઓ સાથે બળાત્કારનાં દોષીને ફાંસી આપવામાં આવશે.

અગાઉ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વધતી રેપની ઘટનાઓ પર સલાહ આપી હતી કે સત્યતા જાણ્યા વગર એવી ઘટનાઓ ફેલાવવાથી સનસની ફેલાય છે. તેમણે કહ્યું કે, ઘણા કિસ્સાઓ ખોટા હોય છે. માટે સત્ય જાણ્યા વગર માત્ર સનસની ફેલાવવાનાં ઇરાદાથી ન થવું જોઇએ.
વધતી વસ્તી હોય છે કારણ: ભાજપ નેતા
અગાઉ રાજ્યમાં એક વધારે ભાજપ નેતાએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપ નેતા આર.કે સૈનીએ રાજ્યમાં વધતા રેપનાં મુદ્દે કહ્યું કે, સરકારને પુછીને તો આવા કિસ્સાઓ બનતા નથી. આવી ઘટનાઓ તો આદિકાળથી થતી આવે છે. વાત માત્ર એટલી છે કે આવા કિસ્સા ક્યારેક ઓછા તો ક્યારેક વધારે થયા છે. સૈનીએ તર્ક આપ્યો કે જેમ જેમ સોશિયલ એક્ટિવિટી અને વસ્તી વધતી જાય છે તેમ તેમ આ પ્રકારની ઘટનાઓ પણ વધતી જાય છે. 
ADGPનું શરમજનક નિવેદન
અગાઉ હરિયાણાનાં અંબાજા રેન્જનાં એડીજીપી (લો એન્ડ ઓર્ડર) આર.સી મિશ્રાએ પણ શરમજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે બળાત્કાર સમાજનો એક હિસ્સો છે. આ પ્રકારની ઘટનાઓ આજથી નહી પરંતુ લાંબા સમયથી થતી આવે છે. જો કે ભારે હોબાળા બાદ તેમણે આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી. 
કોંગ્રેસનો વળતો હૂમલો
બીજી તરફ બળાત્કારનાં વધતા કિસ્સાઓ મુદ્દે ખટ્ટર સરકારને ઘેરવાનો કોંગ્રેસ દ્વારા સતત પ્રયાસ કરાઇ રહ્યો છે. કોંગ્રેસે ખટ્ટર સરકારનાં રાજીનામાંની માંગ સાથે આંદોલન ચાલુ કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે ખટ્ટર સરકારમાં હરિયાણા ગુનાનો ગઢ બની ચુક્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news