MP: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને મળી 9-9 સીટો, સીએમનું છલક્યું દર્દ

મધ્યપ્રદેશમાં 19 નગરપાલિકા અને નગર પરિષદ અધ્યક્ષ પદ્દ પર યોજાયેલી ચૂંટણીમાં શનિવારે થયેલી મગતણતરીમાં ચોંકાવનારા પિરણામ આવ્યા.  

 


  • એમપીમાં 19 નપા અને નગર પરિષદ અધ્યક્ષ પદની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જારી
  • નપા અને નગર પરિષદના અધ્યક્ષ પદ્દોમાં 9-9 સીટો પર ભાજપ-કોંગ્રેસ જીતી 
  • શિવરાજ સિંહ ચૌહાણે સંભાળી હતી પ્રચારની કમાન, સીએમે જણાવ્યું કેમ ઓછી સીટ જીતી બીજેપી

Trending Photos

 MP: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને મળી 9-9 સીટો, સીએમનું છલક્યું દર્દ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં 19 નગરપાલિકા અને નગર પરિષદના અધ્યક્ષ પદ્દ માટે યોજાયેલી ચૂંટણીમાં શનિવારે મતગણના થતા ચોંકાવનારા પરિણામ આવ્યા હતા. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના રોડ-શો અને પ્રચારની કમાન સંભાળ્યા બદ પણ બીજેપીનું વર્ચસ્વ જોવા ન મળ્યું. રાજ્યમાં 19 નપા અને નગર પરિષદના અધ્યક્ષ માટે મતદાન થયું હતું જેમાં બીજેપી-કોંગ્રેસને નવ-નવ સીટો પર જીત મળી છે. એક જગ્યાએથી બીજેપી સાથે  બળવો કરીને અપક્ષમાં ચૂટણી લડનાર ઉમેદવારની જીત થઈ છે. 6 નગરપાલિકામાંથી બીજેપીએ માત્ર બે જગ્યાએ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસની 4 જગ્યાએ જીત મળી છે. 13 નગર પરિષદની સીટોમાંથી બીજેપીને 7 જ્યારે કોંગ્રેસને 5 સીટો અને એક સીટ પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. 

 
નપા અને નગર પરિષદના અધ્યક્ષ પદ્દની ચૂંટણીનું પરિણામ 

બડવાનીના પાનસેમલમાં બીજેપીની જીત
બડવાનીના રાજપુરમાં બીજેપીની જીત
બડવાનીના સેંધવામાં બીજેપીની જીત
બડવાનીના પલસમાં બીજેપીની જીત 
બડવાનીના અંજડમાં કોંગ્રેસની જીત
બડવાનીના ખેતિયામાં કોંગ્રેસની જીત 
બડવાનીના જિલ્લા મુખ્યાલયમાં કોંગ્રેસની જીત
ધારની ધરમપુરી નપામાં અધ્યક્ષ શબ્બીર ખાંએ બીજેપીને હરાવ્યું 
ધારની ધામનોદમાં અધ્યક્ષ પદ્દ માટે બીજેપીની જીત 
ધારની મુખ્ય ધાર નપામાં કોંગ્રેસની જીત 
ધારના પીથમપુરમાં બીજેપીની જીત
ધારના મનાવરમાં કોંગ્રેસની જીત
ધારના રાજગઢમાં કોંગ્રેસની જીત
ધારના સરદારપુરમાં કોંગ્રેસની જીત
ધારના કક્ષીમાં બીજેપીની જીત
ધારના ડહીમાં બીજેપીની જીત
અનુપપુરમાં બીજેપીમાંથી બળવો કરનારની જીત
ખંડવાના ઓંકારેશ્વરમાં ભાજપની જીત
ગુનાના રાઘૌગઢ-વિજયપુરથી કોંગ્રેસની જીત
અનુપરુર જિલ્લાની જૈતહારીથી અપક્ષની જીત

શિવરાજસિંહનું છલક્યું દર્દ, જણાવ્યું કેમ હારી બીજેપી 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે બીજેપીનું પ્રદર્શન ન રહેતા મુખ્યપ્રધાન શિવરાજસિંહે જણાવ્યું કે, પાર્ટીમાં બળવાને કારણે અમારા પ્રદર્શન પર અસર થઈ છે. ધાર, ધરમપુરી અને મનાવરમાં બળવાખોરોને કારણે બીજેપીને હાર મળી છે. મારા સિવાય પાર્ટીના નેતાઓ જો બળવાખોરોને ચૂંટણી લડતા રોકી શક્યા હોત તો પરિણામ જુદું હોત, પરંતુ તેમણે ભવિષ્યમાં આવી ઘટના પર લગામ લગાવવાની વાત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news