મધ્ય પ્રદેશ: BJP સાંસદે ટોઈલેટમાં હાથ નાખીને કરી સફાઈ, વાઈરલ થયો VIDEO

મધ્ય પ્રદેશના રીવા જિલ્લાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો ખુબ ચર્ચામાં છે. 

 મધ્ય પ્રદેશ: BJP સાંસદે ટોઈલેટમાં હાથ નાખીને કરી સફાઈ, વાઈરલ થયો VIDEO

રીવા: મધ્ય પ્રદેશના રીવા જિલ્લાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો જનાર્દન મિશ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. હકીકતમાં આ સાંસદ રીવા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનનું અભિયાન ચલાવી રહ્યાં છે. આ જ અંતર્ગત ગ્રામ પંચાયત ભુશુંડીમાં જનસંપર્ક દરમિયાન પ્રાથમિક વિદ્યાલયમાં બંધ પડેલા શૌચાલયની સફાઈ કરી. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભાજપના સાંસદ એક શૌચાલયને પોતાના હાથથી સાફ કરી રહ્યાં છે. આ વીડિયોને ટ્વિટ કરતા તેમણે લખ્યું કે રીવા જિલ્લાના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયત ભુશુંડીમાં જનસંપર્ક દરમિયાન પ્રાથમિક વિદ્યાલયમાં બંધ પડેલા શૌચાલયની સફાઈ કરી. 

— Janardan Mishra (@Janardan_BJP) February 15, 2018

ટ્વિટમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સ્વચ્છ ભારત ગવર્મેન્ટ પોર્ટલના ટ્વિટર હેન્ડલ અને સ્વચ્છ ભારત ટ્વિટર હેન્ડલને ટેગ કર્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા ટોયલેટ પોર્ટની અંદર હાથ નાખીને તેની સફાઈ કરી રહ્યાં છે. થોડી જ વારમાં તેમણે પોર્ટને સાફ કરી નાખ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news