અમદાવાદ : સુંદર થવા બ્યુટીપાર્લરમાં જતી મહિલાઓ ખાસ વાંચો આ ચોંકાવનારો કિસ્સો

આ ઘટનામાં ડોક્ટરે તેને સેકન્ડ અને ફર્સ્ટ ડીગ્રીના બર્ન્સ થયા હોવાનું નિદાન કર્યું હતું

અમદાવાદ : સુંદર થવા બ્યુટીપાર્લરમાં જતી મહિલાઓ ખાસ વાંચો આ ચોંકાવનારો કિસ્સો

અમદાવાદ : અમદાવાદમાં ડો. ઇશિતા પરમાર નામની મહિલા ડોક્ટરે એક બ્યુટી પાર્લર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેની ફરિયાદ છે કે  બ્યુટી પાર્લરની બેદરકારીના કારણે તેનો ચહેરો દાઝી ગયો છે અને કાનમાં 30 ટકા કાયમી ડેમેજ થઈ ગયું છે. આ બેદરકારીને કારણે ઇશિતા પરમારને જમણી આંખમાં પણ નુકસાન થયુ છે. 

આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે બોડકદેવના વ્રજ ટાવરમાં રહેતી 30 વર્ષની ડો. ઈશિતા પરમારનું માનસી ચાર રસ્તા પાસે ક્લિનિક આવેલું છે. તેની ફરિયાદ અનુસાર તે ગયા વર્ષે 30 એપ્રિલના રોજ હિમાલયા મોલ પાસે આવેલા શિલ્પ સ્ક્વેર બ્યુટી સેલોમાં ફેશિયલ અને વેક્સિંગ માટે ગઈ હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. પોલીસ ફરિયાદ પ્રમાણે ક્રિષ્ણા સુબાના નામની બ્યુટિશિયન ઈશિતાને એક રૂમમાં લઈ ગઈ હતી અને ત્યાં તેની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. એ સમયે સ્ટિમિંગ મશીનમાંથી ઉકળતુ પાણી ઈશિતાના ચહેરા પર પડ્યું હતું જેને કારણે તેને જમણી આંખ અને કાનમાં સખત દુઃખાવો થયો હતો. તેની ફરિયાદ અનુસાર તેણે તેના પતિને ફોન કર્યો અને ત્યાર પછી તેઓ ચાર દવાખાને ગયા હતા પરંતુ રવિવાર હોવાને કારણે બધા દવાખાના બંધ હોવાથી તેને ટ્રીટમેન્ટ મળી શકી નહોતી.

આ ઘટનામાં ડોક્ટરે તેને સેકન્ડ અને ફર્સ્ટ ડીગ્રીના બર્ન્સ થયા હોવાનું નિદાન કર્યું હતું. મેડિકલ રિપોર્ટ અનુસાર તેના કાનમાં 30 ટકા કાયમી ડેમેજ થઈ ગયુ છે જેના કારણે તેની સાંભળવાની ક્ષમતા પર અસર પડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news