ભાજપના આ સાંસદે જિન્નાને ગણાવ્યાં મહાન, કહ્યું-'મહાપુરુષ હતાં, છે અને રહેશે'
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જિન્નાની તસવીર પર વિવાદ થમવાનું નામ લેતો નથી. ભાજપના સાંસદ દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ થયેલા વિવાદ પર નેતાઓના નિવેદનો ચાલુ જ છે.
Trending Photos
નવી દિલ્હી/બહેરાઈચ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જિન્નાની તસવીર પર વિવાદ થમવાનું નામ લેતો નથી. ભાજપના સાંસદ દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ થયેલા વિવાદ પર નેતાઓના નિવેદનો ચાલુ જ છે. ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ જિન્નાને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપના બળવાખોર સાંસદે એકવાર ફરીથી પાર્ટી લાઈનની બહાર જઈને જિન્નાને મહાપુરુષ ગણાવી નાખ્યાં. ભાજપના સાંસદે કહ્યું કે જિન્ના એક મહાપુરષ હતાં. દેશની આઝાદીની લડાઈમાં તેમનું યોગદાન હતું. તેઓ મહાપુરુષ હતાં, છે અને રહેશે.
જિન્ના રહેશે મહાપુરુષ
ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ કહ્યું કે તેઓ મહાપુરષ હતાં, છે અને રહેશે. તેમની તસવીર જ્યાં પણ જરૂર હોય ત્યાં લગાવવી જોઈએ. તેમણે કહ્યું કે બહુજન સમાજના અસલ મુદ્દાઓ જેમ કે ગરીબી, ભૂખમરાના અવાજને ડાઈવર્ટ કરીને આવા મામલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઉત્તર પ્રદેશની સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ જિન્નાના વખાણ કરતા તસવીર લગાવવાને યોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે મહાપુરુષોનું યોગદાન આ રાષ્ટ્રના નિર્માણમાં રહ્યું છે તેમના પર આંગળી ઉઠાવવી ખોટી વાત છે.
#BharatiyaJanataParty (BJP) MP #SavitriBaiPhule has said that Pakistan's founder #MuhammadAliJinnah was a 'maha purush' who had contributed in country's independence.
Read @ANI Story | https://t.co/oyZvs8aM7Y pic.twitter.com/iJlDwOn2AD
— ANI Digital (@ani_digital) May 10, 2018
પાર્ટી લાઈનથી અલગ નિવેદન
બહરાઈચના ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ ભાજપમાં બળવો પોકાર્યા બાદ સતત પાર્ટીલાઈનથી અલગ રહીને નિવેદનો આપ્યાં. અત્રે જણાવવાનું કે આ અગાઉ યુપીના કબીના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પણ અધિકારીઓ પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હત. તેમના સમર્થનમાં ભાજપ સાંસદે કહ્યું હતું કે અમને ભારતના સાંસદ નથી કહેતા પરંતુ દલિત સાંસદ કહેવામાં આવે છે.
દલિત મામલાઓ માટે ધરણા પર બેસશે સાંસદ
ભાજપના બળવાખોર સાંસદ સાવિત્રીબાઈ ફૂલે આગામી 15 મેના રોજ બહેરાઈચના કેલક્ટ્રેટ પર દલિત મામલાઓ પર એક દિવસના ધરણા પ્રદર્શનનું આયોજન કરવાના છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર દેશમાં બહુજન સમાજને બરાબર સન્માન મળતું હોત તો આંદોલન ન કરવું પડત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે