ઉત્તર પ્રદેશ

ગજબની એપ...ફોન ચોરાઈ જાય તો લોકેશનની સાથે સાથે ચોરનો PHOTO પણ તમને આપશે

IIT બીએચુના એક વિદ્યાર્થીએ વીજીએમ સિક્યુરિટી નામની એક એપ તૈયાર કરી છે. જેના દ્વારા તમને જો મોબાઈલ ચોરી થયો તો તેનું લોકેશન તો મળી જ જશે પરંતુ સાથે સાથે તે ચોરનો ફોટો પણ તે એપના માધ્યમથી મળી જશે.

Jan 17, 2020, 06:41 PM IST

કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 21 જેટલા લોકો જીવતા ભૂંજાયા, DNA ટેસ્ટથી થશે મૃતકોની ઓળખ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ (Bus) માં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત (Accident) સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં.

Jan 11, 2020, 07:55 AM IST

કન્નૌજઃ ટ્રક સાથે ટક્કર બાદ બસમાં લાગી ભીષણ આગ, 50 મુસાફરો ફસાયા

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ભીષણ દુર્ઘટના થઈ છે. અહીંના જીતી રોડ હાઈવે પર ડહલ ડેકર બસ અને ટ્રકમાં ટક્કર થઈ ગઈ છે.

Jan 10, 2020, 10:33 PM IST

UPમાં ઘૂસ્યા ISISના બે આતંકીઓ, નેપાળ સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ

દક્ષિણ ભારતીય રાજ્યોમાં સક્રિય રહેલા બે આતંકીઓ ઉત્તર પ્રદેશમાં ઘૂસ્યા હોવાની જાણકારી ગુપ્તચર એજન્સીઓને મળી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનીએ તો આ આતંકીઓ ઉત્તર પ્રદેશના નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં હોઈ શકે છે. 

Jan 5, 2020, 01:38 PM IST
 Delhi-NCR weather updates: Chilly start to new year; IMD says no cold wave till Jan 4 PT3M26S

ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો કેર

ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો કેર અનુભવાયો. આકરી ઠંડીના કારણે સમગ્ર દેશમાં 80થી વધુનાં મોત થયા છે. ગુજરાતમાં પણ ઠંડા પવનોનું જોર યથાવત્ છે.

Jan 1, 2020, 09:00 PM IST

CAA: સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ, 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

નાગરિકતા કાયદા પર થઈ રહેલા વિરોધને જોતા આજે જુમ્માની નમાજ પહેલા ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ  કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે. 

Dec 27, 2019, 07:52 AM IST

CAA પર જુમાની નમાઝ પહેલા યોગી સરકાર એલર્ટ, UPના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ

નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલી હિંસા બાદ હવે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. પરંતુ એકવાર ફરી ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. 

Dec 26, 2019, 06:44 PM IST

લખનઉમાં બોલ્યા મોદી- શાંતિથી આવ્યો આર્ટિકલ 370 અને રામ મંદિર વિવાદનો ઉકેલ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Former PM Atal Bihari Vajpayee)ની જયંતી પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ જીની 25 ફુટ લાંબી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. 

Dec 25, 2019, 04:19 PM IST

આ ગામમાં ભીખારીને બખ્ખે બખ્ખા...પુત્રીના લગ્ન માટે પહેલી પસંદ હોય છે ભીખારી 

માટીથી બનેલી દીવાલો અને ઘાસની છતો, તૂટેલા દરવાજા અને પાણીથી ભરાયેલા રસ્તા...તમામ પુરુષો તમને એક જ વેષભૂષામાં જોવા મળશે. આ એક એવું ગામ છે જ્યાં રહેતા મોટાભાગના ભીખારી છે.

Dec 22, 2019, 05:11 PM IST

CAA ના સમર્થનમાં જમ્મૂમાં પ્રદર્શન, કાયદાના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં માર્ચ

 નાગરિકતા એક્ટ  (CAA) ના વિરોધમાં જ્યાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તો બીજી તરફ જમ્મૂ (jammu)માં આ કાયદાના પક્ષમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં તમામ ધાર્મિક સમુદાયોના લોકોએ ભાગ લીધી હતો. જમ્મૂના લોકોએ કહ્યું કે આ કાયદો દેશના લોકોના વિરૂદ્ધ છે.  નાગરિકતા એક્ટ ના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં પણ માર્ચના સમાચાર છે. 

Dec 21, 2019, 05:37 PM IST

CAA Protest: યુપીમાં અનેક સ્થળો પર ઉગ્ર વિરોધ પ્રદર્શન, ભીષણ પથ્થરમારા અને આગચંપીના બનાવો

ફિરોઝાબાદમાં ન્યાયબંધ ચોકીમાં ઉપદ્રવીઓએ આગચંપી કરી. ફિરોઝાબાદમાં અડધો ડઝન જેટલી મોટર સાઈકલોને બાળી મૂકી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યાં. આ બાજુ પ્રદર્શનકારીઓ તરફથી ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલ આવી રહ્યાં છે. ફિરોઝાબાદમાં જુમ્માની નમાજ બાદ માહોલ બગડ્યો. 

Dec 20, 2019, 03:18 PM IST

CAA મુદ્દે ભારતભરમાં હોબાળો, મંગલોરમાં 2 અને લખનઉમાં 1 પ્રદર્શનકારીનું મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગુરૂવારે હિંસક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રદર્શનકારીએ પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો, સાથે જ મીડિયાકર્મીઓની ગાડીઓને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ભીડની હિંસાને રોકવા માટે પોલીસ કાર્યવાહીમાં ઘાયલ એક પ્રદર્શનકારીનું મોત નિપજ્યું છે.

Dec 19, 2019, 09:37 PM IST

CAA Protest: લખનઉમાં બબાલ, અનેક સ્થળોએ આગચંપી, પોલીસ પર પથ્થરમારો

નાગરિકતા સંશોધન એક્ટ (Citizenship Amendment Act- સીએએ)ના વિરોધમાં દેશના ઘણા સ્થળોએ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે યૂપીમાં ઘણી જગ્યાએ ઉપદ્વવીઓએ હિંસક પ્રદર્શન કર્યું છે. તો બીજી તરફ લખનઉમાં પ્રદર્શન દરમિયાન બબાલ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લખનઉના હજરતગંજ, ઠાકુરગંજ અને ઘણી જગ્યાએ ભીડે ઉગ્ર પ્રદર્શન કરતાં આગચંપી કરી છે.

Dec 19, 2019, 06:33 PM IST

CAA: યુપીમાં કલમ 144 લાગુ, પોલીસની અપીલ- 'સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપો'

  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દિલ્હીના જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની આજુબાજુ અને જાફરાબાદ (Jafrabad) -સીલમપુરમાં થયેલા હિંસક પ્રદર્શનોની આગ હવે ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગઈ છે. અહીં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) , લખનઉની નદવા કોલેજથી એક પછી એક હિંસક પ્રદર્શનોના અહેવાલો આવ્યા. ત્યારબાદથી સુરક્ષા કારણોસર સમગ્ર પ્રદેશમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પ્રદેશવાસીઓને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી છે. 

Dec 18, 2019, 09:55 AM IST

ઉન્નાવ રેપ અને અપહરણ કેસ: હવે 20મી ડિસેમ્બરે થશે કુલદીપસિંહ સેંગરની સજાની જાહેરાત 

ઉન્નાવ રેપ કેસ: ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉન્નાવ રેપ કેસ  મામલે આજે સજાની જાહેરાત થવાની હતી જો કે હવે સુનાવણી 20 ડિસેમ્બર પર ટળી છે.

Dec 17, 2019, 02:30 PM IST

નાગરિક્તા સુધારા કાયદોઃ હવે ઉત્તર પ્રદેશના મઉમાં પહોંચી આગ, કલમ-144 લાગુ

મિર્જાહાદીપુરા ચોક(Mirjahidpura Chowk) પર મીડિયા(Media) કર્મચારીઓના બાઈક સહિત અન્ય લોકોનાં 8 વાહનોને આગ લગાડવામાં આવી હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા યુવકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પહેલા લાઠીચાર્જ અને અશ્રુગેસના સેલ છોડીને યુવાનોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Dec 16, 2019, 10:09 PM IST

અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો, આઝમખાનનો પુત્ર હવે નહી લડી શકે ચુંટણી

સમાજવાદી પાર્ટી (Samajwadi Party)માંથી સાંસદ આઝમ ખાન (Azam Khan)નો ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમ હવે ચુંટણી લડી શકશે નહી. બે જન્મના દાખલાના મામલે અલ્હાબાદ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો છે. તમને જણાવી દઇએ કે વર્ષ 2017ની ચુંટણીમાં અબ્દુલા આઝમ રામપુરથી સ્વાર સીટ પરથી ચુંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. 

Dec 16, 2019, 01:03 PM IST

ઉન્નાવ કાંડ: યોગી સરકારની મોટી કાર્યવાહી, SHO સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

ઉન્નાવ કાંડ (Unnao Rape Case)  મામલે યોગી સરકારે (Yogi Government)  મોટી કાર્યવાહી કરતા SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ  કરી દીધા છે. 

Dec 8, 2019, 09:42 PM IST

ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને દફનાવવામાં આવી, યુપી સરકારના બે મંત્રીઓ રહ્યાં હતાં હાજર

ઉન્નાવ (Unnao)  દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આજે તેમના ગામમાં કરી દેવામાં આવ્યાં. કડક સુરક્ષા વચ્ચે મૃતદેહને ગામની બહાર એક ખેતરમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાણી વરુણ પણ હાજર રહ્યાં હતાં. પીડિત પરિવારને દરેક ડગલે સરકાર સાથે હોવાનું આશ્વાસન પણ આપ્યું. 

Dec 8, 2019, 05:30 PM IST

ઉન્નાવ: યોગી સરકારની પીડિતાના પરિજનોને 25 લાખ નાણાકીય મદદ અને ઘર આપવાની જાહેરાત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Case) ના પરિજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલા રાણી વરુણે ઉન્નાવ પીડિતા (Victim) ના પરિજનોને 25 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેબિનેટ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પહેલા જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી છે. આ સાથે જ પીડિતાને પરિજનોને વડાપ્રધાન આવાસ પણ આપવામાં આવશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી કમલા રાણી, સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજ આજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતાં. 

Dec 7, 2019, 06:57 PM IST