મોટર ક્લેમના દાવામાં મહત્વનો ચુકાદો, વિધવાના પુન:લગ્ન કરે તો પણ વળતર મેળવવા માટે હકદાર

હાઈકોર્ટે હાલમાં જ મોટર ક્લેમના એક કેસમાં જણાવ્યું કે વિધવાએ બીજા લગ્ન કર્યા હોવાથી તેને મોટર વ્હીકલ એક્ટ હેઠળ વળતર આપવાની ના ન પાડી શકાય. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

મોટર ક્લેમના દાવામાં મહત્વનો ચુકાદો, વિધવાના પુન:લગ્ન કરે તો પણ વળતર મેળવવા માટે હકદાર

હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે વિધવાના પુન:વિવાહના આધાર પર મોટર દુર્ઘટનાના દાવાથી ઈન્કાર કરી શકાય નહીં. ન્યાયમૂર્તિ એસજી ડિગેએ વીમા કંપનીના દાવાને આમ કહીને ફગાવી દીધો. કંપનીએ આ મામલે અપીલ કરી હતી કે વિધવા જો બીજા લગ્ન કરે તો તેને પહેલા પતિના મૃત્યુ માટે વળતર ન આપી શકાય. 

અત્રે જણાવવાનું કે આ મામલે સખારામ ગાયકવાડ મોટર સાઈકલ ચલાવી રહ્યો હતો ને મૃતક ગણેશ તે મોટરસાઈકલ પર પાછળ બેઠો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ઓટોરિક્ષા આ મોટરસાઈકલ સાથે ટકરાઈ અને ટક્કર લાગવાથી સખારામ તથા મૃતક રસ્તા પર પડી ગયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મે 2010માં આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ગણેશ નામના વ્યક્તિની પત્ની તે સમયે માત્ર 19 વર્ષની હતી અને તેણે વળતર માટે દાવો કર્યો હતો. કેસ ચાલુ હતો તે દરમિયાન જ તેણે બીજા લગ્ન કરી લીધા હતા. 

ગણેશની પત્ની મોટર એક્સિડન્ટ્સ ક્લેઈમ ટ્રિબ્યુનલના આદેશને વીમા કંપનીએ પડકાર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે દિવંગત પતિનું વળતર મેળવવા માટે વિધવા આખી જીંદગી અથવા તો વળતર ન મળે ત્યાં સુધી વિધવા જ રહે એવી અપેક્ષા રાખી શકાય નહીં.  તેની વય અને અકસ્માતનો સમય ધ્યાનમાં રાખતા તે મૃતકની પત્ની હતી એ વાત વળતર આપવા માટે પુરતી છે. પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરવાથી વળતર મેળવવાની વાત કોઈ ખરાબ વાત ન ગણી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news