માયાવતીનું રાજનીતિક રક્ષાબંધન, અભય ચોટાલાને રાખડી બાંધી

આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજનીતિક દળો પોતાની તૈયારીઓ ચલાવી રહી છે

માયાવતીનું રાજનીતિક રક્ષાબંધન, અભય ચોટાલાને રાખડી બાંધી

નવી દિલ્હી : આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજનીતિક દળો પોતાની તૈયારીઓ ચલાવી રહી છે. આ અંગે ઉત્તરપ્રેદશના પુર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજપાર્ટી (બસપા) સુપ્રીમ પણ ગુપ્ત રીતે રાજનીતિક સમીકરણ બનાવવામાં જોડાયા છે. બીજી તરફ ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ની સાથે ગઠબંધનને મજબુત કરવાનાં તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. આ કડીમાં બુધવારે તેમણે INLDના નેતા અભય ચૌટાલાને રાખડી બાંધી અને તેને પોતાનાં ભાઇ બનાવી લીધા હતા. 

માયાવતીએ આ પગલાને રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે અને તેને રાજનીતિક રક્ષબંધન માનવામાં આવી રહ્યું છે. INLDના નેતા અભય ચૌટાલા બસપા પ્રમુખ માયાવતીને હરિયાણાના ગોહાનમાં આયોજીત થનારી રેલીમાં આવવાનું આમંત્રણ આપવા માટે ગયા હતા. જ્યારે દિલ્હી ખાતે માયાવતીના આવાસ પર અભય ચૌટાલા પહોંચ્યા તો માયાવતીએ તેમને રાખડી બાંધી અને માથે તિલક લગાવ્યું હતું. 

આ રેલી આઇએનએલડીના સંસ્થાપક પૂર્વ ઉપપ્રધાનમંત્રી દેવી લાલને જન્મ દિવસ પર ગૌહાનમાં રેલી આયોજીત કરી રહી છે. માયાવતીએ આ રેલીમાં ભાગ લેવાના નિમંત્રણનો સ્વિકાર કરી લીધો છે. 25 સપ્ટેમ્બરે યોજાનારી આ રેલીને અભય ચોટાલા ઉપરાંત યૂપીના પુર્વ મુખ્યમંત્રી માયાવતી પણ સંબોધિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 28 એપ્રીલ, 2019ના રોજ બંન્ને દળોની વચ્ચે ગઠબંધન થયું હતું. 

જેના હેઠળ બંન્ને દળોએ વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી અને યુપી તથા હરિયાણામાં યોજાનારા વિધાનસભા ચૂંટણીને એક સાથે મળીને લડવાનો નિર્ણય લીધો.યુપીમાં બસપાએ સમાજવાદી પાર્ટીની સાથે ઘણી પેટા ચૂંટણી લડ્યા બાદ આઇએનએલડીની સાથે ગઠબંધન કરી. આ તમામ પેટાચૂંટણીમાં બસપા-સપા ગઠબંધનને જીત પણ મળી હતી. જ્યારે બીજી તરફ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news