Chandrayaan 3: ચંદ્રયાન-3ના લેન્ડરથી બહાર નિકળ્યું રોવર, ચંદ્રની સપાટી પર શરૂ કર્યું ભ્રમણ

Chandrayaan 3 Landing on Moon: ભારતના ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચતા ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગકર્યું છે. આ સિદ્ધિ મેળવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. આ સફળતા પર દેશભરમાં જશ્નનો માહોલ છે.

Chandrayaan 3: ચંદ્રયાન-3ના લેન્ડરથી બહાર નિકળ્યું રોવર, ચંદ્રની સપાટી પર શરૂ કર્યું ભ્રમણ

નવી દિલ્હીઃ ભારતે આખરે ઈતિહાસ રચી દીધો...ભારતે એ કરી દેખાડ્યું, જે દુનિયાનો કોઈ વિકસિત દેશ પણ નથી કરી શક્યો. ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવ્યો છે. હવે ચંદ્રનો આ વિસ્તાર દુનિયા માટે કોયડો નહીં રહે. કરોડો ભારતીયોની પ્રાર્થના અને હજારો વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી. દરેક ભારતીયને આજે ઈસરો પર ગર્વ છે. કેમ કે ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ સાથે ઈસરોએ દુનિયાને નવી રાહ ચીંધી છે. હવે ચંદ્રયાન-3ના લેન્ડરથી રોવર બહાર નિકળી ગયું છે. 

ચંદ્ર પર ફરી રહ્યું છે પ્રજ્ઞાન
ચંદ્રયાન-3ની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું. લેનડ્રના ચંદ્ર પર ઉતરવાના અઢી કલાક બાદ રોવર પ્રજ્ઞાન બહાર નિકળ્યું છે. હવે પ્રજ્ઞાન ચંદ્રની જમીન પર ફરી રહ્યું છે. 6 પૈડાવાળા રોબોટિક વ્હીકલ પ્રજ્ઞાન રોવરે પોતાના મિશનને અંજામ આપવાનો છે. 

23 ઓગસ્ટ 2023નો દિવસ ફક્ત ભારત નહીં, પણ દુનિયાભરના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ દિવસની નોંધ જગતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લેવાશે...ચંદ્રની સપાટી પર ઉતરનાર ભારત ચોથો દેશ બન્યો છે. પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવામાં ભારતથી આગળ કોઈ નથી. ખરી ઐતિહાસિક સફળતા આ છે. 

અવકાશ જગતમાં જે મુકામ કોઈ હાંસલ નથી કરી શક્યું, તે મુકામ ભારતે હાંસલ કર્યું છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ સાથે ઈસરોએ સાબિત કરી દીધું છે કે આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે. આ એ વૈજ્ઞાનિકો છે, જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે, જેમના પર દેશને ગર્વ છે. 

ચંદ્રયાન 3 એ પોતાના નિયત સમયે એટલે કે સાંજ 6 વાગીને 4 મિનિટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. ચંદ્રયાને 25 કિલોમીટરની ઉંચાઈ પરથી ચંદ્ર પર ઉતરવાની શરૂઆત કરી. ઈસરો માટે આ નિર્ણાયક સમય હતો કેમ કે લેન્ડરની ગતિને સતત ઓછી કરવાની હતી. 7.4 કિલોમીટરની ઉંચાઈ પર લેન્ડરની ગતિ 358 મીટર પ્રતિ સેકન્ડ હતી. જેને અંતર સાથે ક્રમશઃ ઘટાડવામાં આવી. ચંદ્રયાને જ્યારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું, એટલે કે ઉતરાણ કર્યું, ત્યારે લેન્ડરની ગતિ 1.68 કિલોમીટર પ્રતિ સેકન્ડની હતી.

લેન્ડર જેવું ચંદ્રની જમીન પર ઉતર્યું કે પૃથ્વી પર એક નવો સૂર્યોદય થયો. ભારતની પરંપરાઓ અને હિંદુ ધર્મમાં જે ચંદ્રનું ખાસ મહત્વ છે, તે ચંદ્ર પર ભારત પહોંચી ગયું છે. હવે ચંદ્ર દૂરનો નહીં પણ નજીકનો અને આપણો જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news