ચેન્નાઈ: પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની CBIએ ધરપકડ કરી
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બમની સીબીઆઈએ આજે ધરપકડ કરી. કાર્તિની ધરપકડ મનીલોન્ડરિંગના મામલે કરવામાં આવી છે.
- કાર્તિની ધરપકડ મની લોન્ડરિંગ મામલે થઈ છે
- કાર્તિ તપાસમાં સહયોગ આપતા ન હતાં-સીબીઆઈ
- આ અગાઉ કાર્તિના સીએની થઈ હતી ધરપકડ
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બમની સીબીઆઈએ આજે ધરપકડ કરી. કાર્તિની ધરપકડ મનીલોન્ડરિંગના મામલે કરવામાં આવી છે. સીબીઆઈનું કહેવું છે કે કાર્તિ તપાસમાં સહયોગ આપતા નહતાં, આથી તેમની ધરપકડ કરાઈ છે.
કાર્તિના સીએ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં
નોંધનીય છે કે આ અગાઉ 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની એક કોર્ટે કાર્તિ ચિદમ્બરમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ ભાસ્કરરમનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ભાસ્કરરમનની આઈએનએક્સ મીડિયા સંલગ્ન ધનશોધન મામલામાં ધરપકડ થઈ હતી.
ફાઈવ સ્ટાર હોટલમાંથી થઈ હતી સીએની ધરપકડ
વિશેષ ન્યાયાધીશ એન કે મલ્હોત્રાએ સીએને તિહાડ જેલ મોકલી દીધો હતો. આ અગાઉ તેને ઈડી દ્વારા અટકાયતમાં લેવાયા બાદ કોર્ટમાં રજુ કરાયો હતો. ઈડીના વિશેષ લોક અભિયોજક નીતેશ રાણાએ ત્રણ દિવસની ન્યાયિક પૂછપરછ માટે મંજૂરી માંગી હતી. ભાસ્કરરમનની 16 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની એક ફાઈવસ્ટાર હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
#FLASH Karti Chidambaram taken into custody by CBI at Chennai Airport over INX media case. pic.twitter.com/91WjX5fQ80
— ANI (@ANI) February 28, 2018
આઈએનએક્સ મીડિયા મામલે આરોપી છે કાર્તિ
કાર્તિનું નામ 2007માં આઈએનએક્સ મીડિયામાં ફંડ સ્વીકાર કરવા માટે વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડની મંજૂરી સંબંધિત એક મામલામાં સામે આવ્યું છે. તે સમયે તેમના પિતા પી ચિદમ્બરમ કેન્દ્રીય નાણામંત્રી હતાં. ઈડીએ વિગતોમાં એવો દાવો કર્યો હતો કે સીએ ભાસ્કરરમન 'ખોટી રીતે ઊભી કરેલી સંપત્તિ'ના સેટલમેન્ટમાં કાર્તિની મદદ કરી રહ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે