RSS પર પ્રતિબંધના વચનથી ભડક્યું ભાજપ, હિંદુત્વ વિરોધી છે કોંગ્રેસ

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે એમપી કોંગ્રેસનાં આ વચનનું સમર્થન કર્યું છે, સરકારી ઇમારતો અને કર્મચારીઓને શાખામાથી મુક્તિની જાહેરાત

RSS પર પ્રતિબંધના વચનથી ભડક્યું ભાજપ, હિંદુત્વ વિરોધી છે કોંગ્રેસ

નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસના વચન પત્રએ રાજકીય ગરમા ગરમી પેદા કરી દીધી છે.  કોંગ્રેસે પોતાનાં વચન પત્ર (ચૂંટણી ઢંઢેરા) સરકારી ઓફીસો પર RSSની શાખાઓ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનાં આ વચનથી વિફરી છે. મધ્યપ્રદેશ ભાજપે કોંગ્રેસનાં આ વચનનો વિરોધ કર્યો છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ પણ આક્રમક પ્રહારો કર્યા છે. સંબિત પાત્રાએ કહ્યું કે, એવું લાગે છે કે હાલનાં દિવસોમાં કોંગ્રેસનો માત્ર એક જ એજન્ડા છે મંદિર નહી બનવા દઇએ, શાખા નહી ચાલવા દઇએ. 

બીજી તરફ ભોપાલથી ભાજપના સાંસદ આલોક સંજરે કહ્યું કે, આરએસએશની શાખાઓ મોદાનમાં લાગે છે કે પછી સંઘની પોતાની સંપત્તીમાં ના કે શાસકીય ભનવોમાં. સંજરે કહ્યું કે, આ શાખાઓમાં રાષ્ટ્રવાદ શિખવવામાં આવે છે કોંગ્રેસે યાદ રાખવું જોઇએ કે દેશમાં કોઇ પણ વિપત્તીનાં સમયે પહેલા આરએસએસ સ્વયં સેવકો જ પહોંચે છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વી નાણા મંત્રી પી.ચિદમ્બરમે એમપી કોંગ્રેસનાં સંઘ અંગેના વચનનું સમર્થન કર્યું છે. ચિદમ્બરમે કહ્યું કે, તેમાં કાંઇ પણ ખોટુ નથી. જ્યાં સુધી સરકારી કર્મચારી નોકરી કરી રહ્યો છે ત્યાં સુધી તેણે કોઇ પણ રાજનીતિક દળનાં દબાણનાં આવવું જોઇએ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે કોંગ્રેસે મધ્યપ્રદેશ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેનું નામ તેણે વચન પત્ર રાખ્યું છે. આ વચનપત્રમાં કોંગ્રેસે વચન આપ્યું છે કે જો પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહે છે તો સરકારી ઇમારતો અને પરિસરમાં આરએસએસ શાખાઓને પરવાનગી નહી આપવામાં આવે. સાથે જ સરકારી કર્મચારીઓને સરકારી શાખાઓમાં ભાગ લેવાની પરવાનગીનો પહેલાનો પરિપત્ર પણ રદ્દ કરી દેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news