Cyclone Biparjoy: અમિત શાહે રદ્દ કર્યો તેલંગણાનો પ્રવાસ, બિપરજોય પર નજર રાખવા દિલ્હીમાં બનાવવામાં આવ્યો વોર રૂમ

Cyclone Biparjoy: ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડા બિપરજોય પર સતત મોનિટરિંગ કરવા માટે દિલ્હી હવામાન વિભાગના ઓફિસમાં વોર રૂમ બનાવવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. 
 

Cyclone Biparjoy: અમિત શાહે રદ્દ કર્યો તેલંગણાનો પ્રવાસ, બિપરજોય પર નજર રાખવા દિલ્હીમાં બનાવવામાં આવ્યો વોર રૂમ

નવી દિલ્હીઃ શક્તિશાળી ચક્રવાતી તોફાન બિપરજોયની ગુજરાત કિનારા તરફ વધવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના ક્ષેત્રના કેટલાક ભાગમાં ભારે પવનો સાથે વરસાદ જોવા મળ્યો છે. સરકારે તોફાન પર પ્રભારી રીતે નજર રાખવા માટે નવી દિલ્હીમાં  વોર રૂમ બનાવ્યા છે. બિપરજોયને કારણે ગૃહમંત્રી અમિત શાહે પોતાનો તેલંગણાનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો છે. તેઓ દિલ્હીમાં ગૃહ મંત્રાલયથી રાહત તથા બચાવ કાર્યની સમન્વય પર નજર રાખશે. તોફાન 15 જૂને સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જખૌની પાસે કચ્છમાં માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની સંભાવના છે. 

દિલ્હીમાં ચાર વોર રૂમ બનાવાયા
બિપરજોય પર નજર રાખવા માટે નવી દિલ્હીમાં હવામાન વિભાગના હેડક્વાર્ટરમાં વોર રૂમ બનાવવામાં આવ્યો છે. આ વોર રૂમને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગ સેટેલાઈટ એપ્લિકેશન છે, જ્યાં સેટેલાઈટ દ્વારા વાવાઝોડાની તસવીરો આવે છે. બીજો ભાગ ઓબ્ઝર્વેશન અને ટ્રેકિંગનો છે, જ્યાં વૈજ્ઞાનિક સેટેલાઈટથી આવેલી તસવીરોનો અભ્યાસ કરી સાઇક્લોનની મૂવમેન્ટને ટ્રેક કરે છે. ત્રીજો ભાગ ફોરકાસ્ટ કે સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ છે, જ્યાં સાઇક્લોનને લઈને દરેક ભવિષ્યવાણી કરવામાં આવે છે. ચોથો ભાગ ફોરકાસ્ટ ડિસેમિનેશનનો છે. જ્યાં સાઇક્લોન સાથે જોડાયેલા તમામ ફોરકાસ્ટનો ડેટા અને બુલેટિન જારી કરવામાં આવે છે. 

અતિ ભારે વરસાદની ચેતવણી
સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્રી વિસ્તારમાં, જેમાં કચ્છ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત આઠ જિલ્લા સામેલ છે, જેમાં ભારે પવન સાથે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય લેન્ડફોલ થવા અને નબળા પડ્યા બાદ તે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવાની આશંકા છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 15-17 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉબડખાબડ દરિયા અને નજીક આવતા ચક્રવાતને કારણે પ્રદેશમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારીની પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે અને બંદરોને 16 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news