ચક્કાજામ: ITO પાસે પ્રદર્શન કરવા આવેલા 60 લોકોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં શહીદી પાર્ક સામે પ્રદર્શન કરવા આવેલા 60 લોકોને દિલ્હી પોલીસ (Delhi Police) એ કસ્ટડીમાં લીધા છે. આ તમામ લોકો લેફ્ટનો ઝંડો લઇને આઇટીઓ (ITO) પર પ્રદર્શન કરી રહ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં શહીદી પાર્ક સામે પ્રદર્શન કરવા આવેલા 60 લોકોને દિલ્હી પોલીસ (Delhi Police) એ કસ્ટડીમાં લીધા છે. આ તમામ લોકો લેફ્ટનો ઝંડો લઇને આઇટીઓ (ITO) પર પ્રદર્શન કરી રહ્યા હતા. હવે પોલીસે આ તમામ પ્રદર્શનકારીઓને બસ દ્રારા રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન લઇને જઇ રહી છે.
દિલ્હી-યૂપી ગાજીપુર બોર્ડર પર રેપિડ એક્શન ફોર્સ સહિત સુરક્ષાબળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચક્કાજામના આહ્વાન વચ્ચે ગાજીપુર બોર્ડર પર સ્થિતિ શાંતિપૂર્ણ બની છે.
Delhi: Personnel of Security Forces including that of Rapid Action Force deployed at Ghazipur border (Delhi-Uttar Pradesh).
Around 50,000 personnel of Delhi Police, Paramilitary & Reserve Forces have been deployed in Delhi-NCR region, as per Delhi Police. pic.twitter.com/PBZleWSQOY
— ANI (@ANI) February 6, 2021
રાંચી-કલકત્તા રાષ્ટ્રીય રાજમાર્ગ પર પણ ખેડૂતોના ચક્કાજામની અસર જોવા મળી. રાંચી-કલકત્તા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર બંધ રહી. આ દરમિયાન રસ્તા પર સન્નાટો છવાયેલો રહ્યો હતો.
કૃષિ કાયદા વિરૂદ્ધ દેશભરમાં 12-3 વાગ્યા સુધી ચાલેલો ચક્કાજામ પુરો થઇ ગયો છે. ખેડૂત નેતાઓના ચક્કાજામ ખતમ કરવાની જાહેરાત કરી. આ દરમિયાન દેશના ઘણા ભાગોમાં ચક્કાજામની અસર જોવા મળી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે