Donald Trump ને ગુપ્ત જાણકારી આપવા ઈચ્છતા નથી Joe Biden, આ છે કારણ

જો બાઈડેને (Joe Biden) શુક્રવારે કહ્યુ કે, મને માત્ર લાગે છે કે તેમને (Donald Trump) ગુપ્ત જાણકારી આપવાની જરૂર નથી. 

Updated By: Feb 6, 2021, 04:12 PM IST
Donald Trump ને ગુપ્ત જાણકારી આપવા ઈચ્છતા નથી Joe Biden, આ છે કારણ

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) એ કહ્યુ કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને તેમના અસ્થિર વ્યવહારને કારણે ગુપ્ત માહિતી ન આપવી જોઈએ. અમેરિકામાં કાર્યકાળ પૂરો કરનાર રાષ્ટ્રપતિને શિષ્ટાચાર તરીકે આવી જાણકારીઓ આપવાનો ઈતિહાસ કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિઓનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ તેમને ગુપ્ત સુચનાઓ અને ગોપનીય જાણકારી આપવામાં આવતી રહી છે. 

લપસી શકે છે જીભ
બાઇડેને 'સીબીએસ' ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ, હું તે આશંકા લગાવવા ઈચ્થતો નથી. મને બસ તે લાગે છે કે તેમને ગુપ્ત જાણકારીઓ આપવાની જરૂર નથી. તેને ગુપ્ત જાણકારી આપવાનું શું મહત્વ છે? શું તે પ્રભાવ પાડી શકે છે? તેના કરતા તથ્ય તે છે કે ગમે ત્યારે તેમની જીભ લપસી છે છે અને તે ગમે તે કહી શકે છે. 

આ પણ વાંચોઃ રોમાન્સ માટેની એવી જગ્યા, જ્યાનું સંભારણુ બની જશે યાદગાર

અસ્થિર વ્યવહાર
આ ઈન્ટરવ્યૂ રવિવારે પ્રસારિત થવાનું છે. શુક્રવારે તેના કેટલાક અંશ પ્રસારિત કરવામાં આવ્યા. બાઇડેન (Joe Biden) એ કહ્યુ કે, ટ્રમ્પને તેમના અસ્થિર વ્યવહારને કારણે એવી જાણકારીઓ આપવાથી બચવુ જોઈએ. આ પહેલા ટ્રમ્પને ગુપ્ત જાણકારીઓ આપવાના વિષયની સમીક્ષા કરવામાં આવી રહી છે. ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક સાંસદો અને ત્યાં સુધી કે તત્કાલીન ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓએ પણ તેમને જાણકારી આપતા રહેવા વિશે સવાલ ઉઠાવ્યા હતા. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube