શું સાચે ચમત્કાર થાય છે, કેવી રીતે થાય છે માઇન્ડ રીડિંગ? : જાણી લેજો નહીં તો ફસાશો

હકીકતમાં માઈન્ડ રીડિંગ એટલે સામેની વ્યક્તિની પૂછપરછ કર્યાં વગર જ તેના મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે તેની ભાળ મેળવી લેવી. કોઈ જ સાધનનો ઉપયોગ કર્યાં વગર અન્ય વ્યક્તિના મનના વિચારને જાણવુ એટલે માઈન્ડ રીડિંગ કહેવાય છે.

શું સાચે ચમત્કાર થાય છે, કેવી રીતે થાય છે માઇન્ડ રીડિંગ? : જાણી લેજો નહીં તો ફસાશો

મનની વાત મનડું જાણે. મનની મનમાં રહી ગઇ. મનની વાત કોઇ ન જાણી શકે. એ વાત તમે માનતા હશો પણ શું તમારા મનમાં શું ચાલે છે તે સામવાળું વ્યક્તિ જાણી શકે. સામાન્ય રીતે નહી પણ ઘણા લોકો આવા દાવા કરતા હોય છે. હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાશ્ત્રી બાબા પણ કઁઇક આવો જ દાવો કરી રહ્યા છે કે તેઓ લોકોના મનની વાત જાણી શકે છે પણ આજે આપને જણાવીએ કે શું આ શક્ય છે. લોકોની મનની વાત જાણી શકવાની કળાને માઇન્ડ રીડિંગ કહેવાય છે.

શુ હોય છે માઈન્ડ રીડિંગ?
હકીકતમાં માઈન્ડ રીડિંગ એટલે સામેની વ્યક્તિની પૂછપરછ કર્યાં વગર જ તેના મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે તેની ભાળ મેળવી લેવી. કોઈ જ સાધનનો ઉપયોગ કર્યાં વગર અન્ય વ્યક્તિના મનના વિચારને જાણવુ એટલે માઈન્ડ રીડિંગ કહેવાય છે.

હકીકતમાં, કેટલાક નિષ્ણાતો દાવો કરે છે કે તે એક કલા છે. જ્યારે આપણે કોઈ વસ્તુ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા ચહેરા પર સમાન અભિવ્યક્તિ હોય છે જે કેટલાક લોકો વાંચી શકે છે. ઉદાહરણ તરીકે, અંધ લોકો બ્રેઇલ લિપિની મદદથી વાંચી શકે છે. તેવી જ રીતે ત્યાં માનસિકતાવાદીઓ છે જે લોકોના ચહેરાના હાવભાવ વાંચી શકે છે. દેશ અને દુનિયામાં આવા અનેક માનસિકતાવાદીઓ છે જે આ રીતે લાગણીઓને વાંચે છે.

શુ હોય છે માઈન્ડ રીડિંગ?
લોકોની મનની વાત જાણી શકવાની કળાને માઇન્ડ રીડિંગ કહેવાય
આપણા ચહેરા પરના સમાન અભિવ્યક્તિ અને હાવભાવ કેટલાક લોકો વાંચી શકે છે.
કેવી રીતે વાંચી શકાય છે સામેવાળી વ્યક્તિના મનની વાત?
માઈન્ડ રીડિંગ કરનારા લોકો સતત અભ્યાસ કરતા રહે છે.
મન વાંચવા માટે એકાગ્રતા ખુબ જરૂરી હોય છે.
શુ આ વિજ્ઞાન પર આધારિત છે?
માઈન્ડ રીડિંગ સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત નથી

કેવી રીતે વાંચી શકાય છે સામેવાળી વ્યક્તિના મનની વાત?
આ પ્રક્રિયામાં વ્યક્તિ રીતે એલર્ટ રહીને અને પોતાના મનને ખુલ્લુ રાખી સામેની વ્યક્તિના અહેસાસને સમજાવી શકાય છે. કેટલીક મનોવૈજ્ઞાનિક તરકીબ અને સલાહ મારફતે અન્ય વ્યક્તિના મનને અસરકારક રીતે જાણી શકાય છે. મનોવૈજ્ઞાનિક તેને સહાનુભૂતિ સતર્કતા કહે છે, જેનાથી એવા સંકેત મળે છે કે સામેની વ્યક્તિના મનમાં શુ ચાલી રહ્યું છે, તેને લીધે કંઈક હસ્તક અંદાજ મળી જાય છે. માઈન્ડ રીડિંગ કરનારા લોકો તેને લગતો સતત અભ્યાસ કરતા રહે છે. કહેવામાં આવે છે કે આ લોકો દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત જાણવાનો પ્રયત્ન કરે છે કે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે. આ પ્રકારના લોકોની અંદર એકાગ્રતા હોય છે, જે કોઈના મનનો અભ્યાસ કરવા માટે સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે. માઈન્ડ રીડિંગ કરતી વખતે એ વાતનું ધ્યાન આપવામાં આવે છે કે સામેની વ્યક્તિના શારિરીક હાવભાવ કેવા છે. વ્યક્તિની આંખો કેવી હોય છે, તેમની મુદ્રા કેવી છે, તેમના ચહેરાના હાવભાવ શુ કહે છે,  તો તે પણ આ રીતે બીજાના વિચારોને સમજી શકે છે. આ સાથે કેટલાક લોકો પાસે હિપ્નોસિસની કળા પણ હોય છે, જે લોકોના મન વાંચી શકે છે.

હવે આ મામલે વિજ્ઞાન શું કહે છે..
અનેક લોકો એવું સમજે છે કે કદાચ માઈન્ડ રીડિંગ વિજ્ઞાન પર આધારિત છે. પણ આ બાબત સમજવી જરૂરી છે કે માઈન્ડ રીડિંગ સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત નથી. જાણકારોના મતે સામેની વ્યક્તિના મનમાં શુ ચાલી રહ્યું છે જાણવામાં તમે હંમેશા સાચા પડતા નથી. એવુ બની શકે છે કે તમે ખોટા પણ સાબિત થઈ શકો છો, કારણ કે તમે ફક્ત પ્રાસંગિક સુરાગોના આધારે જ અનુમાન લગાવો છો. આમ માઇન્ડ રીડીંગ શક્ય છે. અને આ એક કળા છે. તેને મેન્ટાલીસ્ટ મેઝીસીયન કહી શકાય. એટલે કે મગજનો જાદુગર.. અને આ કળા શીખવાડવા માટે ખાસ કોર્સ પણ ચલાવતા હોય છે.  આ એક કળા છે. અને કળાનો ઉપયોગ જ્યાં સુધી સારા સુધી થાય ત્યાં સુધી ઠીક છે. પણ આ જ કળાનો ઉપયોગ લોકોને ફસાવવા માટે કરાય તો પછી તે કેટલુ યોગ્ય તે વિચારવુ પડે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news