2019ના લોકસભા ચૂંટણીમાં તમામ મતદાન કેન્દ્રો પર હશે VVPAT: ચૂંટણી કમિશ્નર

ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ શનિવારે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ મતદાન કેન્દ્રો પર VVPATનો ઉપયોગ થશે

2019ના લોકસભા ચૂંટણીમાં તમામ મતદાન કેન્દ્રો પર હશે VVPAT: ચૂંટણી કમિશ્નર

અમૃતસર : ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શનિવારે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ મતદાન કેન્દ્રો પર VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવશે. અરોડાએ કહ્યું કે, વિગતમાં ચૂંટણીમાં VVPAT મશીનનો ઉપયોગ સફળ રહ્યો છે અને તેના પ્રભાવને ધ્યાનમાં રાખતા ભારત ચૂંટણી પંચે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તમામ મતદાન કેન્દ્રો પર 100 ટકા VVPAT મશીનના ઉપયોગ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 

VVPAT એક એવું મશીન છે જેમાં તે પાર્ટીના ચૂંટણી ચિન્હનો કાગળ નિકળે છે જેને મતદાન દરમિયાન મતદાતાએ મત આપ્યો હોય. તેના કારણે તે સુનિશ્ચિત થાય છે કે મત તે જ ઉમેદવારને મળ્યો છે જેને મતદાતા પોતાનો મત્ત આપવા માંગતો હતો. ત્યાર બાદ તે કાગળ એક બોક્સમાં કપાઇને પડી જાય છે અને મતદાતા તેને પોતાના ઘરે નથી લઇ જઇ શકતો.

અરોરા અમૃતસર, જાલંધર, તરનતારન, કપૂરથલા, ગુરદાસપુર, હોશિયારપુર અને પઠાણકોટ જિલ્લાનાં ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક બાદ પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા. 

આયોગ આગામી અઠવાડીયે લોકસભા ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે
ચૂંટણી પંચે આગામી અઠવાડીયે તમામ રાજ્યોનાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઇઓ) સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરશે. પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેના માટે પંચને દિલ્હી ખાતેના મુખ્યમથક નિર્વાચન સદનમાં બે દિવસીય સમીક્ષા બેઠક આયોજીત કરવામાં આવી છે. ચાર અને પાંચ ઓક્ટોબરના રોજ યોજાનારી આ બેઠકમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા વાળા રાજ્યોને છોડીને અન્ય તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ જોડાશે.

પંચ દ્વારા રાજ્ય ચૂટણી અધિકારીઓને એજન્ડા અનુસાર બેઠકના પહેલા દિવસે લોકસભા ચૂંટણીની કાર્યયોજના અને સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા થશે. ત્યાર બાદ મતદાન યાદી, ચૂંટણી ખર્ચ, મીડિયા અને પેડ ન્યૂઝ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકનાં બીજા દિવસે ઇવીએમ, વીવીપેટ અને ચૂંટણી કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયામાં ટ્રેનિંગની સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન તમામ રાજ્યોનાં સીઇઓને સંબંધ રાજ્યમાં અત્યાર સુધીની તૈયારીઓની સમીક્ષા રિપોર્ટ પણ રજુ કરવા માટે જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news