વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, ધવન બહાર

વેસ્ટ ઈન્ડિઝ સામે આવતા મહિને રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, ધવન બહાર

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીવાળી 15 સભ્યોની ટીમમાં ફાસ્ટ બોલરોમાં માત્ર મોહમ્મદ શમી જ અનુભવી બોલર સામેલ કરાયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે આવતા મહિને રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શિખર ધવનને ટીમમાંથી બહાર કરી દેવાયો છે. ઘરેલુ શ્રેણીમાં સારું પ્રદર્શન કરનારા મંયક અગ્રવાલ અને મોહમ્મદ સિરાઝને પ્રથમ વખત તક આપવામાં આવી છે. પસંદગીકર્તાઓએ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને પણ આરામ આપ્યો છે. 

મુરલી વિજય અને કરૂણ નાયરને બહાર જવું પડ્યું છે. ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં પદાર્પણ કરનારા હનુમા વિહારીને ટીમમાં સ્થાન અપાયું છે અને યુવાન ખેલાડી પૃથ્વી શોને પણ તક આપવામાં આવી છે. વિહારી અને શોને ઈંગ્લેન્ડમાં રમાયેલી પાંચ ટેસ્ટની શ્રેણીમાં અંતિમ બે મેચમાં ટીમમાં સામેલ કરાયા હતા. આ બંને મેચમાં ટીમમાંથી બહાર રહેલા કુલદીપ યાદવને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. 

બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ જણાવ્યું કે, "પસંદગીકર્તાઓએ તાજેતરમાં જ લાંબી શ્રેણી રમી ચુકેલા જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ઈશાંત શર્મા અને હાર્દિક પંડ્યા હજુ ઈજામાંથી બહાર આવ્યા નથી, આથી તેમના નામ પર વિચાર કરાયો ન હતો." ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટ રાજકોટમાં ચોથી ઓક્ટોબરથી રમાવાની છે. 

ભારતીય ટીમઃ 
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, શાર્દૂલ ઠાકુર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news