Farmers Protest: કૃષિ કાયદા મુદે સરકારના લેખિત પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો

કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ ખેડૂતોએ આજે સરકારનો લેખિત પ્રસ્તાવ મળ્યો હતો, જેને ખેડૂતોએ નકારી કાઢ્યો છે. સરકારે  MSP, સિસ્ટમ પર પોતાના તરફથી કેટલાક સુધારાની ભલામણો કરી હતી. ખેડૂત નેતાઓએ પત્રકાર પરિષદ કરતાં કહ્યું કે આ દેશમાં અમે આંદોલનને ઉગ્ર બનાવીશું. 

Farmers Protest: કૃષિ કાયદા મુદે સરકારના લેખિત પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો

નવી દિલ્હી: કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ ખેડૂતોએ આજે સરકારનો લેખિત પ્રસ્તાવ મળ્યો હતો, જેને ખેડૂતોએ નકારી કાઢ્યો છે. સરકારે  MSP, સિસ્ટમ પર પોતાના તરફથી કેટલાક સુધારાની ભલામણો કરી હતી. ખેડૂત નેતાઓએ પત્રકાર પરિષદ કરતાં કહ્યું કે આ દેશમાં અમે આંદોલનને ઉગ્ર બનાવીશું. 

ખેડૂત નેતાઓએ પત્રકાર પરિષદમાં કહ્યું કે દિલ્હી અને આસપાસના રાજ્યોમાંથી 'દિલ્હી ચલો'ની હુંકાર ભરવામાં આવશે. બાકી રાજ્યોમાં અનિશ્વિતકાળ સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે. ખેડૂત નેતા ડો દર્શન પાલે કહ્યું કે 12 ડિસેમ્બર સુધી જયપુર-દિલ્હી હાઇવે જામ કરી દેવામાં આવશે. ખેડૂત નેતાઓએ રિલાયન્સ જિયોના ઉત્પાદકોનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે ભાજપના નેતાઓનો આખા દેશમાં ઘેરાવો કરવામાં આવશે.  

કૃષિ કાયદા પર સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ નકારી કાઢ્યો છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે કાયદો રદ ન થાય ત્યાં સુધી અમે આંદોલનને વેગવંતુ બનાવીશું. ભાજપના નેતાઓનો ખેડૂત ઘેરાવો કરશે. 14 ડિસ્મેબરે દેશભરમાં ઘરણા પ્રદર્શન થશે. દિલ્હીના રસ્તાને જામ કરશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે જયપુર દિલ્હી હાઇવેને 12 ડિસેમ્બર સુધી રોકવામાં આવશે. આખા દેશમાં આંદોલન થશે. સરકારના મંત્રીઓનો ઘેરાવો થશે. 12 ડિસેમ્બરના રોજ તમામ ટોલ પ્લાઝા ફ્રી કરશે. દિલ્હીના રસ્તાને જામ કરશે. 

સરકારે મોકલ્યો લેખિત પ્રસ્તાવ
સરકાર તરફથી આંદોલન કરી રહેલા ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં મુખ્ય રીતે MSPનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સરકાર તરફથી પ્રસ્તાવમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, મંડી સિસ્ટમમાં ખેડૂતોને સગવડ આપવા અને પ્રાઈવેટ પ્લેયર્સ પર ટેક્સ લગાવવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ સરકારે ખેડૂતોને છઠ્ઠા રાઉન્ડની વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતો અને સરકાર વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વાતચીત આવતી કાલે સવારે 11 વાગે વિજ્ઞાન ભવનમાં થઈ શકે છે. 

આ પહેલાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ  ટ્વીટ કરી કૃષિ બિલને લઇને જરૂરી વાતો સ્પષ્ટ કરી છે. 

ખેડૂત આંદોલન વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નવા કૃષિ કાયદાના સત્યને દેશ સમક્ષ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદાનું સત્ય દરેકે જાણવું જરૂરી છે જેથી કોઇ ભ્રમ ન રહે. 

કાયદામાં શું ફેરફાર કરી શકે છે સરકાર?
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કાયદામાં હજુ ખેડૂતો પાસે કોર્ટ જવાનો અધિકાર નથી, આવામાં સરકાર તેમાં સંશોધન કરીને આ અધિકારને સામેલ કરી શકે છે. 
- પ્રાઈવેટ પ્લેયર હાલ પેન કાર્ડની મદદથી કામ કરી શકે છે, પરંતુ ખેડૂતોએ રજિસ્ટ્રેશનની વાત કરી. સરકાર આ શરતને માની શકે છે. 
- આ ઉપરાંત પ્રાઈવેટ પ્લેયર્સ પર કેટલાક ટેક્સની વાત પણ સરકાર માનતી જોવા મળી રહી છે. 
- કિસાન નેતાઓના જણાવ્યા મુજબ અમિત શાહે MSP સિસ્ટમ અને મંડી સિસ્ટમમાં ખેડૂતોની સગવડ મુજબ કેટલાક ફેરફારની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news